શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 20 એપ્રિલ 2018 (00:42 IST)

ઘરમાં છે વાસ્તુ દોષ તો રોજ કરો શ્રીગણેશનૂ પૂજન

જે ઘરમાં વિધ્નહર્તા ભગવાન શ્રીગણેશની અર્ચના થાય છે ત્યા દુ:ખ દારિદ્રતા આવતી નથી.  વાસ્તુ શાસ્ત્રમાં માન્યતા છે કે જે ઘરમાં ભગવાન શ્રીગણેશને નિત્ય પૂજવામાં આવે છે.  ત્યા વાસ્તુદોષ દૂર થાય છે અને ઘરમાં ખુશહાલી આવે છે. ભગવાન શ્રીગણેશની ઉપાસનાથી બધા કાર્ય સિદ્ધ થાય છે. 
 
ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ કાયમ રહે એ માટે ઘરના મુખ્ય દરવાજા પર કેરી, પીપળ અને લીમડાથી બનેલી ભગવાન શ્રીગણેશની મૂર્તિ લગાવો. ઘરના મુખ્ય દ્વાર પર શ્રીગણેશની મૂર્તિ કે ચિત્ર લગાવી હોય તો બીજી બાજુ ઠીક એ જ સ્થાન પર શ્રીગણેશની મૂર્તિ એ રીતે લગાવો કે બંને ગણેશજીની પીઠ મળી રહે.  ઘરેથી વાસ્તુ દોષને દૂર કરવા માટે ક્રિસ્ટલથી બનેલી ગણપતિની મૂર્તિને સ્થાપિત કરી શકો છો. 
 
ઘરની ઉત્તરી દિશામાં લક્ષ્મી-ગણેશની મૂર્તિ સ્થાપિત કરો. મૂર્તિની નીચે લાલ કપડુ પાથરો. ઘરમાં બેસેલા અને કાર્યસ્થળ પર ઉભા રહેલ ગણપતિજીનું ચિત્ર લગાવવુ જોઈએ.  ધ્યાન રાખો કે ઉભા ગણેશજીના બંને પગ જમીનને સ્પર્શ કરતા કરો. ઘરમાં સુખ, શાંતિ માટે સફેદ રંગના ગણપતિની મૂર્તિ લગાવવી જોઈએ. શ્રીગણેશનુ ચિત્ર લગાવતી વખતે ધ્યાન રાખો કે ચિત્રમાં મોદક કે લાડુ અને ઉંદર જરૂર હોવો જોઈએ.