શુક્રવાર, 30 જાન્યુઆરી 2026
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: શનિવાર, 26 ડિસેમ્બર 2015 (14:52 IST)

જો તમને કાર્યમાં નિષ્ફળતા મળતી હોય તો મુક્તિ મેળવવા માટે અપનાવો આ વાસ્તુદોષ ઉપાય

વાસ્તુદોષ ઉપાય
તમને ખબર હોવી જોઈએ કે જો તમારા મકાનનો રસ્તો કે ગલી દક્ષિણ અને પશ્ચિમ દિશામાં છે તો તે ઘરમાં વાસ્તુદોષ ઉત્પન્ન કરે છે. એવુ કહેવાય છે કે આવા મકાનમાં રહેનાર અલોકોને દરેક કામમા નિષ્ફળતા મળે છે. 
 
વાસ્તુદોષથી મુક્તિ માટે આ ઉપાય કરો 
 
- જો તમે તમારા ઘરની બહાર છ ઈંચનો એક અષ્ટકોણ આકારનો કાચ લગાવીને મુકશો તો આવુ કરવાથી દક્ષિણ અને પશ્ચિમ દશાઓ તરફથી જે નકારાત્મક ઈચ્છાઓ મળે છે તે દૂર થાય છે. 
 
- જો તમારા મકાનની બારીઓ, દરવાજા એવી દિશામાં ખુલે છે જ્યા તમારા ઘરની સામે ખંડેર પડેલુ મકાન કે પછી બંધ પડેલુ મકાન હોય તો એ બધુ અશુભ માનવામાં આવે છે.  આવા મકાનમાં જો તમે કાચની પ્લેટમાં નાના નાના ફટકડીના ટુકડા વગેરે બારી કે દરવાજા પાસે મુકી દો તો વાસ્તુદોષથી મુક્તિ મળે છે. 
 
- જો તમને રાત્રે ઉંઘ ન આવતી હોય કે પછી ભયાનક સપના આવતા હોય તો તમારા રૂમમાં એક જીરો વોલ્ટનો પીળા રંગનો નાઈટ લેપ કે બલ્બ લગાવીને મુકો. આવુ કરવાથી આ એ રૂમમાં બહારથી આવનારી નકારાત્મક ઉર્જાને ભગાડે છે. 
 
-જો નાનકડા બાળકને પોતાના રૂમમાં એકલા રહેવાનો ભય લાગે છે તો તેના બેડના માથા પાસે બંને કિનારાઓમાં તાંબાના તારથી બનેલ સ્પિંગ જેવા કિચેઈન લગાવી દો. આને નાખવાથી નકારાત્મકતાને દૂર કરી શકાય છે. 
 
- જો પૂર્વ, ઉત્તર, પૂર્વોત્તર દિશાઓમાં ઘરની છત પર કોઈ રૂમ કે પછી સ્ટોર હોય તો આ ત્રણેય દિશાઓના નેઋત્ય કોણથી ઉંચી બની ગઈ હોય તો આવ ઘરના સ્વામી ક્યારેય સુખેથી સૂઈ નથી શકતો અને હંમેશા પરેશાન રહે છે. 
 
આવો ઘર માલિક પોતાના જીવનમાં નોકરીઓ બદલતો રહે છે કે પછી વેપારમાં ભાગ્ય અજમાવતો રહે છે. આવામાં તમે તમારા ઘરની છત પર એક પાતળો લોખંડનો પાઈપ મુકીને તેમા લાલ રંગનો ઝંડો લટકાવી દો. જેથી વાસ્તુદોષથી છુટકારો મેળવી શકાય. 
 
આ રીતે તમે ઘરમાં જ નાના નાના અનેક ઉપાયો કરીને નકારાત્મક ઉર્જાને સકારાત્મક ઉર્જામાં બદલી શકો છો.