Vastu for Home - નવુ ઘર બાંધી રહ્યા છો તો ધ્યાન રાખો આ વાસ્તુ ટિપ્સ
દરેકનુ સપનુ હોય છે કે તેમનુ પણ પોતાનુ ઘર બને. લોનની મદદથી તમે ઘર તો બનાવી લો પણ એ ઘર તમને માફક પણ આવવુ જોઈએ. કારણ કે ઘણીવાર જોવા મળે છે કે ઘર લીધા પછી જો એ વાસ્તુ મુજબ ન હોય તો તમને આર્થિક અને શારીરિક બંને રીતે નુકશાન થાય છે. તો આવો જાણીએ ઘર બનાવતી વખતે કઈ વસ્તુઓનુ રાખવુ ધ્યાન.
શૌચાલય પશ્ચિમ, ઉત્તર કે વાયવ્ય કોણમાં હોય અને તેનું નિર્માણ એ પ્રકારે હોય જેનો ઉપયોગ કરનારનું મુખ ઉત્તર કે દક્ષિણ તરફ રહે તથા ભોંય તળિયાનો ઢોળાવ ઉત્તર કે પૂર્વ દિશામાં કે ઈશાન કોણમાં રહે. શૌચાલયમાં આરસનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો જોઈએ.
બાથરૂમ પૂર્વ દિશામાં થઈને તેનું ભોંયતળીયું ઉત્તર, પૂર્વ કે ઈશાન કોણ તરફ રહે. તેનું દ્વાર દક્ષિણ દિશા તરફ ન હોવું જોઈએ. ત્યાં ગીઝર અગ્નિકોણમાં નળ, શાવર તથા વોશ બેસિન ઉત્તર પૂર્વ દિશામાં લગાવો. સ્નાન કરતી વખતે મુખ ઉત્તર કે પૂર્વ તરફ રાખો. બાથટબની સ્થિતિમાં પગ દક્ષિણ દિશા તરફ ન હોય. શૌચાલય કે સ્નાનાગારના દરવાજા ફક્ત ઉપયોગ સમયે જ ખોલો. નહીંતર તેને બંધ રાખો.
પૂજા કે આરાધના સ્થળ ઘરના ઈશાન કોણમાં જ બનાવવું જોઈએ. દક્ષિણ દિશામાં પૂજા ઘર હોવાના કારણે વિપરીત પ્રભાવ પણ જોવા મળે. પૂજાઘરમાં ઉત્તર કે પૂર્વ દિશામાં મુખ રાખીને બેસવું જોઈએ.
ડ્રોઈંગ રૂમનું નિર્માણ ઉત્તર કે વાયવ્ય કોણમાં બનાવવું જોઈએ. તેનો દરવાજો ઉત્તર કે પૂર્વ દિશામાં શુભ છે. આ રૂમનું ફર્નિચર, કબાટ વગેરેને નેઋત્ય દિશામાં રાખવા જોઈએ. કુલર, એશી વગેરેને પશ્ચિમ દિશામાં ટીવી વાયવ્યમાં તથા ટેલિફોન ઈશાન કોણમાં કે પૂર્વ કે ઉત્તરમાં રાખવા જોઈએ. આગંતુકોને સ્વાગત કરતી વખતે પોતાનું મુખ ઉત્તર થી પૂર્વ દિશામાં રાખો. એ વાતનું ધ્યાન રહે કે, ફર્નિચર આયાતાકાર અને વર્ગાકાર જ શુભ માનવામાં આવે છે.
સ્ટોર રૂમની સ્થિતિમાં મુખ ઉત્તર પૂર્વ દિશામાં હોય. ત્યાં અવાજ અને દૈનિક ઉપયોગની વસ્તુઓ રૂમમાં દક્ષિણ પશ્ચિમમાં રાખો. ગેસ સિલિંડર અગ્નિ કોણ તથા ઘી તેલ ઉત્યાદી દક્ષિણમાં તથા દૂધ- દહીં પૂર્વ તરફ રાખો. આ રૂમનોં ઉપયોગ બેડરૂમ તરીકે ન કરો.
અભ્યાસ કરવા માટેનો રૂમ ઉત્તર દિશામાં રાખવો જોઈએ. અભ્યાસ કરતી વખતે ઉત્તર કે પશ્ચિમ તરફ મુખ રાખીને બેસવું જોઈએ.
ગૃહ સ્વામીનો શયન કક્ષ દક્ષિણ ભાગમાં હોય. અવિવાહીતોના શયન કક્ષ ઉત્તર કે ઉત્તર પશ્ચિમમાં મધ્યમાં હોય. અવિવાહીત સભ્યો તથા અતિથિઓ માટે શયન કક્ષ વાયવ્ય કોણમાં હોય. પલંગ દક્ષિણ કે પૂર્વ દિશામાં રાખો તથા સુતી વખતે માથું કયારેય ઉત્તર તરફ ન રાખો.
અટેચ લેટ બાથરૂમ વાળી સ્થિતિમાં લેટ બાથ બેડરૂમ ઉત્તર પશ્ચિમમાં હોય. બેડરૂમમાં ભારે ફર્નિચર દક્ષિણ પશ્ચિમ કોણમાં રાખો. ટીવી, હીટર વગેરે અગ્નિકોણમાં રાખો. ડ્રેસિગ ટેબલ ઉત્તર કે પૂર્વમાં, રાઈટીંગ ટેબલ પશ્ચિમ દિશામાં રાખો. રૂપિયા પૈસા વગેરે કબાટના દક્ષિણ ભાગમાં રાખો. ધ્યાન રહે કે આ કબાટ ઉત્તર તરફ ખુલતો હોય. સેંટ સ્પ્રે વગેરે ક્યારેય પણ ધન સાથે ન રાખો.
કાર તથા અન્ય વાહનોના ગેરેજ માટે અગ્નિ કે વાયવ્ય કોણમાં ઉપયુક્ત છે. દ્રારમંડપનો ઢોળાવ ઉત્તર કે પૂર્વ તરફ રાખો. વાહનોને હંમેશા ઉત્તર કે પૂર્વ તરફ મુખ રાખીને ઉભા રાખો.