શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: શનિવાર, 4 ફેબ્રુઆરી 2023 (08:01 IST)

Vastu Shastra: ઘરમાં પીપળનું ઝાડ ઉગવાથી આવે દરિદ્રતા, આ ઉપાય કરવાથી દૂર થશે સમસ્યા

હિંદુ ધર્મમાં પીપળનું વૃક્ષ ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે. તેને શ્રેષ્ઠ વૃક્ષ માનવામાં આવે છે, ધાર્મિક માન્યતાઓ અનુસાર પીપળના વૃક્ષમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. પીપળના ઝાડની પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન અને સમૃદ્ધિ આપે છે.  વાસ્તુશાસ્ત્રમાં પીપળના ઝાડને પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ ઘરમાં પીપળનું ઝાડ અથવા છોડ ઉગવું અશુભ મનાય છે. જો આ વૃક્ષ ઘરમાં ઉગતું હોય તો તેનો અર્થ છે કે ઘર વાસ્તુ દોષથી પ્રભાવિત છે. જો તમારા ઘરમાં પણ આ ઝાડ ઉગી રહ્યું હોય તો તેના માટે જ્યોતિષ શાસ્ત્રમાં ઉપાયો બતાવાયા છે. 
 
ઘરમાં આ વૃક્ષનું ઉગવું કહેવાય અશુભ  
જો કે પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે, કારણ કે પીપળના વૃક્ષમાં દેવતાઓનો વાસ હોય છે, પરંતુ ઘરમાં પીપળનું વૃક્ષ ઉગવું વાસ્તુશાસ્ત્ર અનુસાર યોગ્ય માનવામાં આવતું નથી. એટલા માટે પીપળના ઝાડને ઘરમાં ઉગવા ન દેવું જોઈએ અને જો તે ઉગે તો તેને કાઢી નાખવું જોઈએ.
 
કરો આ ઉપાય
ઘરમાં પીપળનું ઝાડ હોવાને કારણે પરિવારના સભ્યોની પ્રગતિ નથી થઈ શકતી અને તેના કારણે રોજેરોજ નવી સમસ્યાઓ જન્મ લે છે. પીપળનું ઝાડ ન કાપવું જોઈએ, આવું કરવું અશુભ માનવામાં આવે છે, જો કોઈ વિશેષ પરિસ્થિતિમાં તેને કાપવું હોય તો તેની પૂજા કરીને માત્ર રવિવારે જ કાપવું જોઈએ અને અન્ય કોઈ દિવસે કાપવું જોઈએ નહીં.
 
પીપળના વૃક્ષની પૂજા કરવાના અનેક છે ફાયદા 
વાસ્તુશાસ્ત્રમાં પીપળના વૃક્ષની પૂજા કરવાના ઘણા ફાયદા છે. શનિવારે પીપળના વૃક્ષની પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને શનિ દોષ દૂર થાય છે. તેની સાથે જ વ્યક્તિના દરેક દુ:ખમાંથી મુક્તિ મળે છે.