1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified સોમવાર, 13 માર્ચ 2023 (13:25 IST)

Vastu Tips: ભૂલથી પણ ઘરના મંદિરમા ન મુકશો આવા ફુલ, નહી તો છિનવાય જશે ઘરની સુખશાંતિ

Vastu Tips:  વાસ્તુ શાસ્ત્રમાં જાણો મંદિરમાં મુકેલા ફુલો વિશે. ભગવાનને ફૂલ ખૂબ જ પ્રિય હોય છે. ભલે તે ઘર હોય કે ઓફિસ, ભગવાનને ફુલ જરૂર ચઢાવવામાં આવે છે. સવારના સમયે દરેક કોઈ ભોગની સાથે સાથે ભગવાનના મંદિરમાં તાજા ફુલ પણ ચઢાવે છે. પણ અહી કેટલુક ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી છે. કેટલાક લોકો મંદિરમાં ફુલ તો ચઢાવી દે છે પણ તેને હટાવવાનુ ભૂલી જાય છે. 
 
વાસ્તુ શાસ્ત્ર મુજબ મંદિરમાં સવારના સમયે ચઢાવેલ ફુલોને સાંજ થયા પછી મંદિરમાંથી હટાવી લેવા જોઈએ. કારણ કે સાંજ સુધી તે સૂકાય જાય છે. જે જોવામા પણ ખરાબ લાગે જ છે. સાથે જ સાંજ સુધી તેની સુગંધ પણ જતી રહે છે અને વાસ્તુની દ્રષ્ટિથી સૂકા કે ખરાબ ફુલ રાખવા યોગ્ય નથી માનવામાં આવતુ.  તેનાથી નકારાત્મક ઉર્જા આવે છે અને ઘરમાં તનાવનુ વાતાવરણ રહે છે.  સૂકાયેલા ફુલોને જોતા જ ગુસ્સો આવવા માંડે છે. તેથી સાંજ થતા જ મંદિરમાંથી ફુલોને હટાવી લો.