શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: શનિવાર, 29 એપ્રિલ 2017 (12:27 IST)

Vastu ના આ ઉપાય તમને વેપારમાં લાભ અપાવશે

ઘણા સમયથી વાસ્તુશાસ્ત્રની આપણા જીવનમાં મુખ્ય ભૂમિકા રહી છે. ઘર અને ઓફિસ કે વેપારમાં આવી રહેલ પરેશાનીઓને આના દ્વારા દૂર કરી શકાય છે. 
 
જો તમારો વેપાર ખોટમાં જઈ રહ્યો છે અને લાખ પ્રયત્નો છતા તમને એ નથી મળી રહ્યુ જેના તમે હકદાર છો તો એક વાર અજમાવીને જુઓ વાસ્તુના આ ઉપાય . 
 
- પૈસા અને કિમંતી વસ્તુઓને ઉત્તર તરફ મુકેલા કબાટમાં મુકો 
- દુકાનની અંદર વિચાણનો સામાન મુકવા માટે સેલ્ફ, કબાટ, શોકેસ ને કેશ કાઉંટર ઉત્તર-પશ્ચિમ દિશામાં બનાવવુ સારુ માનવામાં આવે છે. 
- હંમેશા ધ્યાન રાખો કે તમે જ્યા બેસો છો તેની પાછળ મંદિર ન હોવુ જોઈએ. 
- માલિકે હંમેશા પૂર્વ કે ઉત્તર તરફ મોઢુ કરીને બેસવુ જોઈએ.  તેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. 
- તમારા કામ કરવાનુ ટેબલ હંમેશા લંબચોરસ બનાવડાવો 
- ફેક્ટરી કે કાર્યાલયનુ કેન્દ્ર સ્થાન (બ્રહ્મ સ્થાન) ખાલી હોવુ જોઈએ, ત્યા કોઈ ભારે વસ્તુ ભૂલીને પણ ન મુકશો. 
- વાસ્તુ મુજબ એકાઉંટ ડિપાર્ટમેંટને દક્ષિણ-પૂર્વ અને રિસેપ્શન ઉત્તર-પૂર્વ દિશામાં હોવુ જોઈએ.