ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: સોમવાર, 2 જુલાઈ 2018 (17:38 IST)

વાસ્તુ ટિપ્સ - ઘરમાં ખુશી કાયમ રહે એ માટે અપનાવો આ ઉપાય

ખુશીઓથી ભરપૂર અને તનાવયુક્ત જીવન દરેકનુ સપનુ હોય છે. પણ કેટલાક લોકો અનેક  ઉપય કરવા છતા ખુશ રહી શકતા નથી. તેમની પાસે ન તો ભૌતિક સાધનોની કમી હોય છે કે ન કે ઈચ્છાઓની.  આ માટે અનેકવાર ઘરની નાની મોટી વસ્તુઓ જવાબદાર હોય છે.  જે ઘરમાં નકારાત્મક ઉર્જાને વધારે છે.  તેનાથી ઘરનુ વાતાવરણ ભારે બને છે. આવો જાણીએ કેટલાક ઉપાયો જેને અપનાવીને તમે પણ ઘરનુ વાતાવરણ ખુશહાલ બનાવી શકો છો. 
 
દરવાજા પર નેમ પ્લેટ લગાવો - વાસ્તુ વિશેષજ્ઞ મુજબ ઘરની બહાર નેમ પ્લેટનુ પણ એક વિશેષ સ્થાન છે. વાસ્તુ વિશેષજ્ઞ ઘરની બહાર નેમ પ્લેટ લગવવાની સલાહ આપે છે. તેનાથી ઘરના સ્વામિત્વની જાણ થાય છે.  આ માલિકના પક્ષમાં કામ કરે છે. કારણ કે તેનાથી સકરાત્મકતા અને સારી તકો મેળવવામાં મદદ મળે છે. 
 
સાંજે ઘરમાં દીવો જરૂર લગાવો - ઘરમાં સાફ સફાઈનુ ખૂબ ધ્યાન રાખવુ જોઈએ. સાંજે થતા જ ઘરમાં હલવો દીવો પ્રગટાવવો જોઈએ. ઘરમાં રોશની કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા ઘરની બહાર જાય છે. 
 
રસોડાનુ સ્થાન - તમારા રસોડુ ઘરના દક્ષિણ પૂર્વમાં બનાવો. જો આવુ શક્ય ન હોય તો ઉત્તર-પશ્ચિમ ખૂણામાં રસોડુ બનાવો. જોકે એ ખાતરી કરો કે તમારો ગેસ સ્ટવ દક્ષિણ પૂર્વ દિશામા મુક્યો છે. 
 
નકારાત્મક ઉર્જા - નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે એક ગ્લાસ પાણીમાં લીંબૂ મુકો. આ પાણીને દર શનિવારે બદલી દો. આ દર અઠવાડિયે નિયમિત રૂપે કરવુ જોઈએ. 
 
રસોડામાં ન મુકશો દવા - એવુ કહેવાય છેકે જો તમે કિચનમાં દવા મુકો છો તો ઘરમાં કોઈને કોઈ સભ્ય હંમેશા બીમાર રહે છે.  તેથી જ્યા સુધી શક્ય હોય ત્યા સુધી ગરના આ સ્થાનમાં દવા ન મુકશો. 
 
કાચ - વાસ્તુના હિસાબથી બેડરૂમમાં કોઈ કાચ ન મુકવો જોઈએ. જો તમારી પાસે પહેલાથી જ ડ્રેસિંગ ટેબલ કે તિજોરીમાં કાચ છે તો સૂતી વખતે તેને પડદાંથી ઢાંકી દો. સાથે જ એ તપાસી લો કે કાચ બેડથી દૂર હોય. વાસ્તુ મુજબ આ બીમાર અને પારિવારિક વિવાદો તરફ ઈશારો કરે છે.