શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 22 જાન્યુઆરી 2016 (15:41 IST)

વાસ્તુ અને તમારુ ઘર - ઘરમાં શાંતિ ઈચ્છતા હોય તો આટલી વાતોનુ ધ્યાન રાખો

આજે આ જગતમાં ઘરેલુ સમસ્યાને લઈને દરેક પરેશાન રહે છે. જે વ્યક્તિના જીવનાની સામાન્ય વાત બનતી જઈ રાહ છે. વ્યક્તિ દરેક દિવસે કોઈને કોઈ સમસ્યાને લઈને પરેશાન રહે છે. તેના જીવનની એક સમસ્યા દૂર થતી નથી અને બીજા દિવસે નવી સમસ્યા આવીને ઉભી તહી જાય છે. આ સમાજનો દરેક વ્યક્તિ એ જ કહે છે કે અમારુ ઘર એક મંદિર હોય છે. આ મંદિરમાં આવતા અમને સકુન મળે છે. મનને શનતિ મળે છે. પણ કેટલાક કારણોસર આવુ નથી થઈ શકતુ અને વ્યક્તિ દિવસોદિવસ અશાંતિ અનુભવે છે. પણ આ બધી સમસ્યાઓની જડ શુ છે ? આવુ કેમ થાય છે ? તેનુ નિરાકરણ શુ છે  ?
 
તમે વાસ્તુ શાસ્ત્રના માધ્યમથી જાણી શકો છો અને વાસ્તુના નિયમને અપનાવીને પોતાની ઘરેલુ સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો. તો આવો અમે કેટલાક સરળ અને નાના ઉપાયોથી પરિચિત કરાવીએ છીએ. 
 
 
વાસ્તુ સંબંધિત આ વાતો નાની નાની હોય છે પણ ખૂબ કામની હોય છે. 
 
1.  તમારે જોઈએ કે તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પાસે ઝાડ-છોડ લગાવડાવો 
 
2. તમને જોઈએ કે તમે તમારા પોતાના ઘરમાં જૂના જૂતા ચપ્પલ જે ઉપયોગના ન હોય તેમને ઘરમાં ન મુકો. સાથે જ ઉપયોગમાં આવનારા જૂતા-ચપ્પલને એક વ્યવસ્થિત ઢંગથી યોગ્ય સ્થાન પર કાયમ પશ્ચિમની તરફ જ મુકો. 
 
3. તમે તમારા ઘરની એકદમ સામે સાઈકલ, સ્કુટર, બાઈક, સ્કુટી મુકવાનુ સ્થાન બિલકુલ ન બનાવશો. 
 
4. ઘરના મુખ્ય દ્વાર પર ક્યારેય પણ કોઈ ભારે વસ્તુ ન લટકાવો. તેનાથી તમારા કોઈપણ કાર્યમાં કોઈને કોઈ અવરોધ આવે છે. 
 
5. ઘરમાં સાફ સફાઈ મુકો. સ્વચ્છ વસ્ત્ર પહેરો આ બધી વસ્તુઓ તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. 
 
6. ઘરની બારીઓ અને દરવાજા પર પડડા ખિલેલા રંગના લગાવો. તમે અહી ગુલાબી, હળવા ભૂરા વગેરે સકારાત્મક રંગોનો ઉપયોગ કરી શકો છો. 
 
7. તમે એક વિશેષ વાતનું ધ્યાન રાખો કે તમારા ઘરમાં ક્યારેય પણ એક લાઈનમાં દરવાજા ન હોવા જોઈએ. જો આવુ કરવુ મજબુરી છે તો વચ્ચે દરવાજા પર પવન ઘંટી જેને આપણે મ્યુઝિકલ બેલ કે સ્ફટિક બૉલ પણ કહીએ છીએ વગેરે લટકાવી દો.  આનાથી આનો પ્રભાવ શુભ રહે છે.