શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 14 એપ્રિલ 2017 (16:34 IST)

VASTU TIPS: શું ગરીબીનું કારણ તમારા ઘરમાં તો નથી છિપાયેલું

જો તમે પણ આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તેનું કારણ તમારા ઘરમાં તો નથી છિપાયેલુ તે જરૂર જાણી લો.  શું તમારું  ઘર વાસ્તુ મુજબ યોગ્ય છે. જો નહી તો અમે તમને જણાવી રહ્યા છે કેટલાક ઉપાય, જેને કરવાથી આર્થિક સમસ્યાનું સમાધાન થઈ શકે છે. એટલું જ નહી આ ઉપાયો કરવાથી તમારા ઘર અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. આવો વાંચીએ તે ઉપાય વિશે.. 

 
--  ઘરમાં તૂટેલા વાસણ નકારાત્મક ઉર્જાને વધારે છે અને ધન વૃદ્ધિમાં મુશ્કેલી નાખે છે. આવા વાસણને તરત ઘરમાંથી બહાર કરી નાખવા. 
 
- નળમાંથી ટપકતા પાણીને તરત બંધ કરાવવુ અને નળ ઠીક કરાવવો અથવા બદલો. વાસ્તુશાસ્ત્રીઓનું માનવું છે કે આવી રીતે જ તમારું ધન પણ પાણીની જેમ વહી જાય છે. 
 
- ઘરમાં મૂકો ફટકડી અને તેનો ઉપયોગ પણ કરવો. આ પણ તમારું ભાગ્ય ચમકાવી શકે છે. સાથે જ ઘરની સુખ શાંતિ માટે ખૂબ લાભદાયક છે. 
 
- ઘરમાં ધનનું યોગ્ય સ્થાન નક્કી કરવું. ધન મુકવાનું સ્થાન ઉત્તર દિશાની તરફ હોવું જોઈએ, તેનાથી ધનમાં વૃદ્ધિ થાય છે. 
 
- ઘરની કોઈ એવી બારી કે બારણા, જાળિયું  વગેરે ખોલતા જો કોઈ ખંડેર ભવન, કોઈ તૂટેલુ  મકાન વગેરે ખુલે તો સંબંધિત સ્થાન પર કાંચના બાઉલમાં પાણી ભરીને ફટકડી નાખવી. 
 
- બાથરૂમમાં એક બાઉલમાં પાણી ભરીને તેમાં ફટકડી રાખવી. ઘરમાં ક્યારેય લક્ષ્મીની કમી નહી રહે. 
 
- રોજ રાત્રે સૂતા સમયે તમારા દાંતને ફટકડીથી સાફ કરવા. તેનાથી જીવનમાં સુખ શાંતિ આવે છે.