બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

વાસ્તુ ટિપ્સ - તો તિજોરીમાં રહેશે સદૈવ લક્ષ્મીનો વાસ...

પ્રાચીન સમયથી જ ઘરમાં ધન, જ્વેલરી અને મૂલ્યવાન વસ્તુઓ સાચવા માટે તિજોરીનુ નિર્માણ કરવામાં આવતુ હતુ અને આજે પણ કરવામાં આવે છે.  બદલતા સમય સાથે હવે તિજોરી કે લોકર બનાવો તો તેને યોગ્ય સ્થાન પર મુકવુ પણ જરૂરી છે.  આ સંબંધમાં વાસ્તુશાસ્ત્રને અપનાવવાથી ઘરમાં બરકત સાથે ધનની કમી નહી હોય. તિજોરીમાં સદૈવ ધનની દેવી મહાલક્ષ્મીનો વાસ રહે એ માટે કેટલી વાતોનું ધ્યાન રાખો. 
 
1. તિજોરીના દરવાજા પર મહાલક્ષ્મીનું સુંદર સ્વરૂપ લગાવો. માનુ રૂપ બેઠકની મુદ્રામાં હોય સાથે બે હાથી સૂંઢ ઉઠાવેલા દેખાતા હોય. આવો ફોટો લગાડવાથી તમારી તિજોરી હંમેશા ભરેલી રહેશે અને પૈસાની કમી ક્યારેય નહી આવે. 
 
2. જ્યા તિજોરીને સ્થાપિત કરો એ રૂમમાં દિવાલોને હલ્કો ક્રીમ રંગ લગાવો. 
 
3. દેવઘરમાં તિજોરીની સ્થાપના ન કરો કારણ કે આવુ કરવાથી તમારુ ધ્યાન પૈસા પર જ લાગેલુ રહેશે અને ભગવાનની આરાધનામાં તમારુ મન નહી લાગે. 
 
4. તિજોરીની સાર્થકતા કાયમ રાખવા માટે તેને ક્યારેય ખાલી ના રહેવા દો. 
 
5. તિજોરીની સ્થાપના ગુપ્ત સ્થાન પર કરો. 
 
6. કોર્ટના કેસ સંબંધી કાગળ ધન, ધરેણા અને મૂલ્યવાન વસ્તુઓ એક સાથે ન મુકશો. આનાથી નુકશાન થાય છે.