સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : સોમવાર, 8 જાન્યુઆરી 2018 (16:33 IST)

Vastu Tips- તમારા વધતા ગુસ્સા માટે તમારું રસોડું છે જવાબદાર!!

જો તમારા ઘરમાં કલેશનો વાતાવરણ રહે છે અને પરિવારના લોકો નાની-નાની વાત પર ગુસ્સા આવે છે તો તમને આ તરફ ધ્યાન આપવું જોઈએ. ઘરમાં વધતી કલેશ અને ગુસ્સા માટે તમારા ઘરનો રસોડું પણ જવાબદાર હોઈ શકે છે. જો રસોડું ખોટી દિશા કે જગ્યા પર બનાવ્યું છે તો તેના પ્રભાવ પણ ખોટા થશે. તેથી તે પ્રભાવને ઓછું કરવા અને કેટલીક વાતોનુ ધ્યાન રાખવું જરૂરી છે. 

કિચન અને બાથરૂમનો સાથે-સાથે હોવું 
જે ઘરોમાં રસોડા અને બાથરૂમ એક સાથે હોય છે, તે ઘરોમાં રોગ નિકળવાનો નામ નહી લેતા. પરિવારમાં કોઈ ન કોઈ રોગી રહે છે આ દુષ્પ્રભાવને ઓછું કરવા માટે કાંચની વાટકીમાં મીઠું ભરી બાથરૂમમાં મૂકો અને મહીનામાં 15 દિવસ બદલતા રહો. 
રસોડામાં આ કરવાથી વધે છે ગુસ્સા 
જે ઘરમાં રસોડા ઘરમાં જ પૂજા હોય છે તે પરિવારના લોકોનો સ્વભાવ ગુસ્સૈલ હોય છે તેનાથી ઘરમાં તનાવ રહે છે. 

ધન અને આરોગ્યને નુકશાન 
જે ઘરોમાં મંદિર કે પૂજા સ્થાન રસોડા ઘરમાં હોય છે, તે પરિવારોમાં લોકો હમેશા માંદા રહે છે કે ધનની સમસ્યા બની રહે છે . તેથી કિચનમાં  મંદિર ન બનાવવું. 
આ અશુભ કારણને કરવું દૂર 
જો રસોડા મેનગેટની સામે છે તો આ બન્ને વચ્ચે પડદા લગાવું યોગ્ય છે કારણકે મુખ્ય બારણાના ઠીક સામે રસોડું હોવું પરિવારની ઉન્નતિમાં બાધક બને છે.