શનિવાર, 2 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: બુધવાર, 10 ફેબ્રુઆરી 2021 (18:34 IST)

સ્ત્રીઓ રસોડામાં રાખે આ વાતોનું ધ્યાન, નહી તો પતિના ભાગ્ય પર પડશે ખરાબ અસર

વાસ્તુ મુજબ પતિ પત્ની બંનેનુ ભાગ્ય એકબીજા સાથે જોડાયેલુ હોય છે. આવામાં એકબીજા દ્વારા કરવામાં આવેલ સારા-ખરાબ કાર્યનો પ્રભાવ એક બીજાના જીવન પર પણ પડે છે.  વાસ્તુશાસ્ત્રમાં પત્ની માટે કંઈક ખાસ નિયમ બતાવ્યા છે. જેનુ ધ્યાન ન રાખતા પતિના ભાગ્ય પર ખરાબ અસર પડે છે.  સાથે જ જો પત્ની કિચનમાં રસોઈ બનાવતા આ ભૂલો કરે છે તો પતિના ભાગ્ય પર તેની ખરાબ અસર પડે છે. 
 
તેથી કિચનમાં આ વાતોનુ રાખો ધ્યાન 
 
- કિચનમાં દક્ષિણ-પશ્ચિમ દિશાના ખૂણા તરફ મોઢુ કરીને રસોઈ બનાવવામાં આવે તો ઘરની સુખ શાંતિ માટે યોગ્ય નથી.  જેને કારણે ઘરમાં લડાઈ-ઝગડા થવાની શક્યતા બને છે. 
- પશ્ચિમ દિશા તરફ મોઢુ કરીને રસોઈ બનાવવી સામાન્ય ફળદાયક છે. આ દિશા રસોઈ બનાવવા માટે શુભ નથી મનાતી. 
- ઉત્તર દિશા તરફ મોઢુ કરીને રસોઈ બનાવવી નુકશાનના યોગ બને છે. 
- ઘરમં સુખ શાંતિ કાયમ રાખવા માટે પૂર્વ દિશા તરફ મોઢુ કરીને રસોઈ બનાવવી જોઈએ. આ દિશા સૌથી સારી માનવામાં આવે છે.  ઘરમાં કિચન કોઈપણ દિશામાં હોય, રસોઈ બનાવનારનુ મોઢુ પૂર્વ દિશા તરફ રહેશે તો તે ખૂબ શુભ રહે છે. 
- વાસ્તુ અને જ્યોતિષ મુજબ નાહ્યા વગર રસોઈ ન બનાવવી જોઈએ અને ન તો ખાવુ જોઈએ. આવુ કરવાથી બીમારીઓ થવાની શક્યતાઓ વધી જાય છે. સાથે જ આ વાતનુ ધ્યાન ન રાખવાથી ઘરમાં દોષ વધે છે અને પતિ-પત્નીને દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે. 
- રસોડામાં એક બારી જો પૂર્વ દિશા તરફ હોય તો તે ખૂબ સારુ કહેવાય છે. 
- રોજ સવાર સાંજ જમતા પહેલા પહેલી રોટલી ગાયને ખવડાવવી જોઈએ.  આ શુભ કામ અનેક પરેશાનીઓથી બચાવી શકે છે. 
- વાસ્તુ મુજબ રસોડાની સામે બાથરૂમ ન હોવુ જોઈએ. જો આવુ છે તો બાથરૂમનો દરવાજો હંમેશા બંધ રાખો અને તેના પર એક પડદો પણ જરૂર લગાવો.