1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ

અરીસો રાખો યોગ્ય જગ્યાએ

અરીસો રાખો યોગ્ય જગ્યાએ
W.D
* વ્યાપારીક સ્થળોએ મુખ્યદ્વારનું પ્રતિબિંબ પડે તે રીતે છત ઉપર અરીસો લગાડવામાં આવે તો તેનાથી વ્યાપારમાં વૃધ્ધિ થાય છે. તેને માટે તમે પુર્વે અને ઉત્તરમાં છતના ઉપયોગને બદલે કોઇપણ દિવાલને પણ લઇ શકો છો.

* અરીસો મુખ્યદ્વારે લગાડેલો હોય તો તે મિત્રતા વધારવા અને શત્રુતા રોકવામાં મદદરુપ થાય છે. તેને માટે ગોળ અરીસાનો ઉપયોગ ઉત્તમ છે.

* જ્યાં અગ્નિનો ઉપયોગ થતો હોય ત્યાં અરીસો લગાડવો નહિ કેમકે તેનાથી વ્યાવસાયિક ધોરણે નુકશાન થાય છે.

* ખાસ કરીને ઘરમાં જો સીટીંગ રૂમને ઉત્તર દિશામાં બનાવવામાં આવે તો શ્રેષ્‍ઠ ગણાય છે તે છતાં પૂર્વ કે ઈશાનમાં પણ સીટીંગ રૂમ બનાવી શકાય.

* ડ્રોઈંગ રૂમમાં ગોળ કે અંડાકાર ફર્નિચરનો ઉપયોગ શક્ય હોય ત્‍યાં સુધી ન કરવો જોઈએ.

* સીટીંગ રૂમમાં ઉત્તર તરફ શો- કેસ ગોઠવી શકાય. શો-કેસમાં મહાન વિભૂતિને લગતા શિલ્‍ડ વિગેરે હોય તો મૂકી શકાય.