ગુરુવાર, 28 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

પ્લોટ ખરીદતાં પહેલા જાણો વાસ્તુ ટિપ્સ

P.R

શુ તમે પ્લોટ ખરીદી રહ્યા છો, તો પ્લોટ ખરીદતા પહેલા નિમ્ન વાતોનું ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી છે. વાસ્તુ મુજબ અને યોગ્ય સાઈઝમાં ખરીદેલ પ્લોટ સારા ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી હોય છે. આવો જાણીએ કેટલીક વાસ્તુ ટિપ્સ જે આપશે તમને ભરપૂર ધન અને સુખ સમૃદ્ધિ...

- હંમેશા મોટો અને પહોળો પ્લોટ ખરીદ્યો કારણ કે સાંકળો કે લાંબો પ્લોટ તમારે માટે ભવિષ્યમાં મુશ્કેલીનુ કારણ બની શકે છે.
- ત્રિકોણીય પ્લોટ મકાન નિર્માણ માટે અયોગ્ય ગણાય છે.
- પ્લોટની લંબાઈ ઉત્તર-દક્ષિણ દિશાની બદલે પૂર્વ પશ્ચિમ દિશામાં વધુ હોવી શુભ માનવામાં આવે છે.
- પ્લાટ કે બ્લિડિંગમાં ભારે સામાન દક્ષિણ-પશ્ચિમ દિશાના ખૂણામાં મુકવો જોઈએ.
- મોટો પ્લોટ સમૃદ્ધિનો સૂચક હોય છે. પણ તેમા સીવરેજ કે દરાર ન હોવી જોઈએ.
- બિલ્ડિંગ કે ફેક્ટરીનુ નિર્માણ કરતી વખતે દક્ષિણ કે ઉત્તર દિશાની તરફ વધુ ખાલી સ્થાન છોડવુ સારુ નથી માનવામાં આવતુ.
- પ્લોટનો આકાર લંબચોરસ કે ચોરસ હોવો વાસ્તુમાં સારો માનવામાં આવે છે.