1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ

વાસ્તુ દોષ દૂર કરો

વાસ્તુ દોષ
N.D
આપણા જીવનમાં વાસ્તુનું ઘણું મહત્વ છે. આ વિષયમાં જ્ઞાન ખુબ જ જરૂરી છે. વાસ્તુ દોષથી વ્યક્તિના જીવનમાં ઘણાં સંકટ આવે છે. આ મુશ્કેલીઓ ઘરની સુખ-શાંતિ પર પ્રભાવ પાડે છે. નીચે આપેલ ટીપ્સને તમારા વ્યવસાય સ્થળ અને ઘરમાં પરિવર્તન કરીને તમે સુખ-શાંતિનો લાભ ઉઠાવી શકો છો-

* સીડીની નીચે બેસીને કોઈ પણ કાર્ય ન કરશો.

* કોઈ પણ દ્વાર પર અવરોધ ન હોવો જોઈએ.

* પ્રવેશ દ્વાર તરફ પગ કરીને સુવુ જોઈએ નહિ. તેનાથી લક્ષ્મીનું અપમાન થાય છે.

* કોર્ટ કેસની ફાઈલને મંદિરમાં રાખવાથી કેસ જીતવામાં મદદ થાય છે.

* સ્વર્ગવાસી વૃદ્ધોના ફોટા હંમેશા ઘરની દક્ષિણ દિશામાં જ લગાવવા જોઈએ. ઘરમાં ઘડિયાળના સેલ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. કેમ કે જો ઘડિયાળ ધીમી ચાલશે તો ઘરના ગૃહસ્વામીનું ભાગ્ય પણ ધીમે ચાલશે.

* કોઈ પણ મકાન જો ત્રણ રસ્તા પર હોય તો તેને અશુભ માનવામાં આવે છે. આ દોષના નિવારણ માટે ચારેય દિવાલ પર દર્પણ હોવું જોઈએ.

* જો કોઈ વધારે સમયથી બિમાર હોય તો તેને નૈઋત્ય ખુણામાં સુવડાવવું જોઈએ. ઈશાન ખુણામાં ઠંડુ પાણી રાખવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય ઝડપથી સારૂ થઈ જાય છે.

* ઘરના મુખ્ય દ્વાર પર કાળા ઘોડાની નાળ, દુર્ગા યંત્ર, ત્રિશક્તિ, અંદર અને બહારની તરફ ગણપતિ અને દક્ષિણમુખી દ્વાર પર હનુમાનજીનો ફોટો કે ભૈરવ યંત્ર લગાવીને લાભ ઉઠાવી શકાય છે.

* દવા હંમેશા ઈશાન ખુણામાં રાખવી જોઈએ. દવા લેતી વખતે મોઢુ પણ આ જ દિશામાં હોવું જોઈએ. આનાથી દવા ઝડપથી અસર કરે છે અને રોગી ઝડપથી સ્વસ્થ્ય થઈ જાય છે.