ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. વાઈબ્રન્ટ ગુજરાત 2017
Written By
Last Modified: શનિવાર, 7 જાન્યુઆરી 2017 (16:37 IST)

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શૉ-૨૦૧૭, ૯ થી ૧૩ જાન્યુઆરી દરમિયાન હેલીપેડ ગ્રાઉન્ડ ખાતેશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે શુભારંભ

- ૯ થી ૧૩ જાન્યુઆરી દરમિયાન હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે શુભારંભ
 
-દોઢ લાખ ચો.મી. વિસ્તારમાં ૧૫૦૦ થી વધુ સ્ટોલ્સ સાથે દેશનું સૌથી મોટું વ્યાપારિક પ્રદર્શન
 
- માત્ર ૩૦ દિવસના ટૂંકાગાળામાં પ્રદર્શન ઉભું કરાયું
 
-૧૦ મી અને ૧૧મી જાન્યુઆરી વ્યાપારી પ્રતિનિધિ મંડળો-ઉદ્યોગોના જનપ્રતિનિધિઓ માટે તથા ૧૨ અને ૧૩ જાન્યુઆરી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે
- ૧૫૦ થી વધુ હોટસ્પોટ સાથેના વાઇ-ફાઇ નેટવર્ક ઉભા કરાયા
 
રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં શિરમોર અને રોજગારીની વિશાળ તકોનું સર્જન કરતા દર બે વર્ષે રાજ્યમાં યોજાતા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટનું દેશ-વિદેશમાં આકર્ષણ રહેલું છે. વર્ષ-૨૦૦૩થી યોજાતી આ શૃંખલાની આઠમી શૃંખલા ૯ થી ૧૩ જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર યોજાશે. જેના ભાગરૂપે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શૉનું આયોજન કરાયું છે. જેને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ૯મી જાન્યુઆરીના રોજ ખુલ્લું મૂકશે.

 
ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે અંદાજે ૧,૫૦,૦૦૦ ચો.મી. કુલ વિસ્તારમાં ફેલાયેલા ૧૪ થીમ આધારિત વિવિધ ૧૫૦૦થી વધુ સ્ટોલ્સનું નિર્માણ કરાયું છે. દેશના સૌથી મોટા વ્યાપારિક પ્રદર્શન સમા આ પ્રદર્શનમાં ૧૫૦૦થી વધુ કંપનીઓ ભાગ લઇ રહી છે. અંદાજે ૧૫ થી ૨૦ લાખ લોકો આ પ્રદર્શનનો લાભ લે તેવી સંભાવના છે.
 
આ પ્રદર્શન તા.૧૦ અને ૧૧ જાન્યુઆરી-૨૦૧૭ દરમિયાન વ્યાપારી પ્રતિનિધિ મંડળો, ખાસ આમંત્રિતો, ઉદ્યોગો,મીડિયા અને એકેડેમિક માટે તેમજ ૧૨ અને ૧૩ જાન્યુઆરીના રોજ જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. આ પ્રદર્શનની મુલાકાતે આવતા તમામ મુલાકાતીઓ અને પ્રતિનિધિ મંડળોને વિનામૂલ્યે વાઇ-ફાઇ ઇન્ટરનેટ એકસેસ પૂરૂ પાડવામાં આવશે. આ ટ્રેડ-શૉમાં ૧૫૦ થી વધુ હોટ સ્પોટ સાથેનું વાઇ-ફાઇ નેટવર્ક ઉભું કરાયું છે.
 
એરપોર્ટથી મહાત્મા મંદિર માર્ગ પર વધારાનો ટેલિકોમ ટાવર ઉભો કરાયો છે. આ તમામ કામગીરી માત્ર ૩૦ દિવસના રેકોર્ડ ટાઇમમાં પૂર્ણ કરાઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શૉમાં જે મહત્વના પેવેલીયન્સ ઉભા કરાયા છે તેમાં ઓટોમોબાઇલ્સ, એગ્રો એન્ડ ફુડ, એરોસ્પેશ એન્ડ ડિફેન્સ, એનર્જી એન્ડ પેટ્રોકેમીકલ્સ, પર્યાવરણ, આરોગ્ય સંભાળ,ફાર્મા, બાયોટેક, એન્જીનીયરીંગ એન્ડ મેન્યુફેકચરીંગ, અર્બન મોબીલીટી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર, મેરીટાઇમ, સંશોધન અને વિકાસ, આઇ.ટી.આઇ.ટી.ઇ.એસ. નાણાકીય સેવાઓ, સ્કીલ એજ્યુકેશન, ટેક્ષટાઇલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સંગઠનો, મહિલા ઉદ્યોગ સાહસિકો, સૂક્ષ્મ, નાના મધ્યમ ઔદ્યોગિક એકમો અને સ્ટાર્ટઅપ્સ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. સાથે સાથે પ્રદર્શનમાં કોર્પોરેટ સેકટર, પબ્લિક સેકટર, પી.એસ.યુ. નવતર પ્રયોગો સહિત ભારતમાંથી એકત્ર કરાયેલ લોખંડમાંથી ઘડવામાં આવનાર સરદાર વલ્લભભાઇ પટેલની ‘‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’’ ની પ્રતિમા અંગેનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. જે આકર્ષણનું કેન્દ્ર બનશે. પ્રદર્શનમાં સલામતિ અને સુરક્ષા માટે ખાસ કાળજી રાખવામાં આવી છે તેમજ કંટ્રોલ રૂમ્સ, કોન્ફરન્સ રૂમ્સ, ફુડ કોર્ટસ, સી.સી.ટી.વી., રજીસ્ટ્રેશન, ઇન્ફર્મેશન સેન્ટર સહિતની સુવિધાઓ ઉભી કરાઇ છે.