સ્ત્રી-પુરુષો કુંવારા રહેવાનું વધુ પસંદ કરવા લાગ્યા

friends
Last Modified શનિવાર, 4 એપ્રિલ 2015 (15:41 IST)

લગ્‍નને લઇને હવે ભારતમાં પુરૂષો અને મહિલાઓની વિચારધારા બદલાઇ રહી છે. જો કે વસ્‍તી ગણતરી ૨૦૧૧ના આંકડા દર્શાવે છે કે હજુ પણ ૩૩ ટકા લગ્‍નમાં મહિલાની વય ૧૮ વર્ષથી ઓચી રહી છે. જ્‍યારે પુરૂષોમાં આ ટકાવારી માત્ર છ ટકાની આસપાસ છે. પરંતુ લગ્‍નની વય હવે ૨૫ મોટા ભાગે મહિલાઓમાં દેખાઇ રહી છે. સામાજિક દબાણ અને રોજગારીના અબાવ જેવા પરિબળો આજે પણ લગ્‍નમાં કામ કરી રહ્યા છે. લગ્‍ન નહી કરવાનો
પ્રવાહ હવે પુરૂષો અને મહિલાઓમાં વધી રહ્યો છે. આંકડા દર્શાવે છે કે વર્ષ ૨૦૧૧થી ચાર વર્ષ પહેલા લગ્‍ન કરી ચુકેલા લોકોમાં ૧૭ ટકા મહિલા અને માત્ર ત્રણ ટકા પુરૂષોની વય લગ્‍નના સમય ૧૮ વર્ષ કરતા ઓછી હતી. ભુતકાળ સાથે આની સરખામણી કરવામાં આવે તો પરિણિત લોકોની લગ્‍નની વય જુદી હતી. જો કે પરિસ્‍થિતી હવે સતત બદલાઇ રહી છે. આધુનિક સમયમાં લગ્‍નની વય હવે વધી રહી છે. કારણ કે શિક્ષણની સપાટી હવે વધી રહી છે. શિક્ષણ પ્રત્‍યે લોકો વધારે સાવધાન બન્‍યા છે. આંકડા દર્શાવે છે કે અગાઉની સરખામણીમાં હવે વધુ પ્રમાણમાં પુરૂષો અને મહિલાઓ અપરિણિત રહે છે. વર્ષ ૨૦૧૧માં ૨૫ કરતા વધુ વયના તમામ લોકો પૈકી ૬.૪ ટકા લોકો અપરિમિત હતા. જે ૩.૮૯ કરોડની આસપાસ થાય છે. જેમાં ૨.૮૯ કરોડ પુરૂષો અને એક કરોડ મહિલાઓનો સમાવેશ થાય છે. પુરૂષો માટે લાંબા ્‌તરના લગ્‍ન હવે જોવા મળી રહ્યા છે. પુરષોની ર્આથિક સ્‍થિતીને પણ હવે મહત્‍વ મળવા લાગી ગયું છે. લગ્‍નને લઇને કેટલાક પરિબળોની ખાસ વાત કરવામા આવી છે.
આ પણ વાંચો :