સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. લગ્ન વિશેષાંક
  3. વિવાહ લેખ
Written By
Last Modified: સોમવાર, 13 નવેમ્બર 2017 (15:06 IST)

પતિને રોમાંટિક મુડમાં લાવી દેશે આ 5 નાની નાની વાતો...

પતિ-પત્નીને પ્રેમ ખૂબ ઊંડો હોય છે. ઘણી પત્નીઓ એવુ માને છે કે તેમના પતિ તેમને વધુ રોમાંટિંક છે. એવી ઘણી વાતો હોય છ જે પુરૂષોને પોતાની પત્નીમાં પસંદ હોય છે. તેમને બાળકોની જેમ પ્રેમ અને લાડ કરવા ગમે છે.. આ ઉપરાંત પણ અનેક વાતો હોય છે જેની તરફ પતિ આકર્ષિત થઈ જાય છે.. 
 
ઘરની રસોઈ - એવુ કહેવાય છે કે દિલનો રસ્તો પેટ તરફ થઈને જાય છે.. પતિ ભલે આખો દિવસ ઘરની બહાર સમય વિતાવે પણ ઘરે પરત આવ્યા પછી તેને પતિના હાથનુ બનેલુ ખાવાનુ ગમે છે.  લાજવાબ પેટમાં જતા જ પતિ રોમાંટિક થઈ જાય છે. 
 
પત્ની સાથે ફરવુ - રાત્રે જમ્યા પછી પત્ની સાથે ફરવુ પતિને ખૂબ પસંદ હોય છે.. તેનાથી બંનેને એક સાથે સમય વિતાવવાની તક પણ મળી જાય છે અને એકબીજા સાથે મનથી વાતચીત પણ કરી શકે છે. 
 
સરપ્રાઈઝ - પતિને ખાસ અવસર પર પત્ની તરફથી સરપ્રાઈઝની આશા હોય છે.. પોતાની પસંદની વસ્તુ ભેટમાં મેળવીને તે ખુશ થઈ જાય છે. 
 
સાથે ન્હાવુ - પતિને પત્ની સાથે સ્નાન કરવુ ગમે છે. વ્યસ્ત લાઈફસ્ટાઈલને કારણે અઠવાડિયામાં ફક્ત એક દિવસ જ હોય છે જ્યારે બંને એકસાથે સમય વિતાવે છે.  તેનાથી પતિ રોમાંટિક થઈ જાય છે. 
 
કામ કરતી વખતે મેસેજ - પતિ પોતાના કામને લઈને ખૂબ કેયરિંગ હોય છે. પણ જ્યારે પત્ની તેમને ઓફિસમાં મેસેજ દ્વારા લંચ અને તબિયત વિશે પૂછે છે તો તે સારુ અનુભવે છે.  તેઓ કોઈને કહેતા નથી પણ તેઓ પત્નીના મેસેજની રાહ જોતા હોય છે.