સ્ત્રીની લડાઈ

વેબ દુનિયા|

N.D
કોઈ એક સાથે નથી હોતી
આખી દુનિયા સાથે હોય છે બેટા
કહેતી હતી મા
જ્યારે હુ હતો નાનો બાળક,
ત્યારે આ વાતનો અર્થ
હુ સમજી નહોતો શકતો
અને આ સાંભળીને ચુપ બેસતો હતો
કે મા ની તો આદત જ છે
કંઈપણ બોલ્યા કરવાની

હવે મા નથીઅને હુ થઈ ગયો છુ ખૂબ મોટો
હવે ક્યાય જઈને સમજી શક્યો છુ
કે હકીકતમાં
સ્ત્રીની લડાઈ
કોઈ એક સાથે નથી હોતી
સમગ્ર દુનિયા સાથે હોય છે
અને લડનારાઓની કમાલ તો જુઓ
તે બધા એકત્ર થઈને
લડે છે તેના વિરુધ્ધ
જાણે એ એક જ શત્રુ હોય આખી દુનિયામાં એમની
જ્યારે કે સ્ત્રી આ લડાઈમાં
વિખરાય જાય છે પોતાનામાં

ક્યારેક તેની આંખ
લડી રહી હોય છે કોઈ એક સાથે
તો ક્યારેક તેના હાથ
લડી રહ્યા હોય છે કોઈ બીજા સાથે
સાથે જ તેનુ પેટ લડી રહ્યુ હોય છે કોઈ ત્રીજા સાથે
તેની પીઠ લડી રહી હોય છે
કોઈ ત્રીજા સાથે

તેના વિરુધ્ધ લડનારાઓમાં
પુરૂષ જ નથી હોતા
હોય છે સ્ત્રીઓ પણ
તેના વિરુધ્ધ
પતિની સાથે સાથે લડે છે
તેના પિતા અને ભાઈ પણ એટલુ જ નહી
તેની સાથે લડે છે
તેની સહેલી સમાન
તેની પુત્રીઓ પણ


આ પણ વાંચો :