મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. મહિલા દિવસ
Written By
Last Modified: ગુરુવાર, 2 માર્ચ 2023 (13:48 IST)

International Women's Day 2023: મહાભારતની દ્રોપદી આજે પણ મહિલાઓ માટે પ્રેરણા

drupadi
Draupadi :  વર્ષોથી સમાજનો એક ભાગ એવુ માને છે કે મહિલાઓ ફક્ત ઘર-પરિવાર જ ચલાવી શકે છે. પણ એવુ વિચારવુ એકદમ ખોટુ છે. કારણ કે આજકાલની મહિલાઓ પહેલા કરતા વધુ સશક્ત છે અને સમાજ કાર્યમાં ખભાથી ખભો મેળવીને ચાલી રહી છે. પરંતુ મહિલાઓના સશક્ત હોવાની આ પ્રક્રિયા કોઈ નવી નથી.  જો તમે ઈતિહાસના પાના ખોલીને જોશો તો તમે જોશો કે એ સમયે પણ મહિલાઓ કેવી રીતે પોતાની બુદ્ધિ, વિવેક અને સાહસ દ્વારા ઈતિહાસમાં પોતાના નામને સુવર્ણક્ષરોમાં લખાવ્યુ છે. 
 
જેમાથી એક મહાભારતની દ્રોપદીનુ નામ છે જે પાંચ પાંડવ ભાઈઓની પત્ની હતી. આવામાં ઈંટરનેશનલ વિમેંસ ડે (International Womens Day) ના અવસર પર આજે અમે તમને દ્રોપદીના જીવન સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો પણ બતાવીશુ જે આજે પણ મહિલાઓ માટે પ્રેરણારૂપ છે. આવો જાણીએ... 
 
પુરૂષવાદી સમાજ સામે ઉઠાવી અવાજ 
 
 દ્રોપદી મહાભારતના મુખ્ય પાત્રોમાંથી એક છે. આ એ તાકતવર મહિલાઓમાંથી એક છે. જેમણે પુરૂષવાદી સમાજ સામે પોતાને માટે અવાજ ઉઠાવ્યો હતો. દ્રોપદીનુ જીવન ખૂબ સંઘર્ષભર્યુ રહ્યુ, પણ તેમ છતા પણ તેમણે પોતાના જીવનમાં ક્યારેય હાર માની ન થી અને ન તો ક્યાર એ કોઈનાથી ગભરાઈ. જ્યારે ભરી સભામાં દ્રોપદીને નિર્વસ્ત્ર કરવાનુ દુસ્સાહસ કરવામાં આવ્યુ તો તેમણે પોતાને માટે અવાજ ઉઠાવ્યો અને ત્યા રહેલા મહાન યોદ્ધાઓ પિતામહ ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્યની આત્માને પણ જગાવવાનુ કામ કર્યુ. 
 
અગ્નિમાંથી પ્રગટ થઈ હતી દ્રોપદી 
 
દ્રોપદી પાંચ પાંડવોની પત્ની હતી. દ્રોપદીના પાંચ પુત્ર હતા. જેમણે ઉપપાંડવ પણ કહેવામાં આવતા હતા. મહાભારતના મુજબ દ્રોપદીનો જન્મ રાજા દ્રુપદના અહંકારને કારણે થયો હતો. બીજી બાજુ પ્રોરાણિક કથાઓના મુજબ, દ્રોપદી અગ્નિમાંથી પ્રગટ થઈ હતી. એકવાર ભરી સભામાં દ્રોપદી ગુસ્સામાં આવીને હસ્તિનાપુરને બંજર ધરતીમાં બદલાય જવાનો શ્રાપ આપવાની હતી પણ ત્યારે ગાંધારીના કહેવા પર તેમણે પોતાના ગુસ્સા પર તરત કાબુ મેળવ્યો અને ખુદને આવુ કરવાથી રોકી લીધો. જો તે આવુ કરે છે તો હસ્તિનાપુરનુ અસ્તિત્વ મટી જશે.  તે તેનાથી એ  પણ જાણ થાય છે કે દ્રોપદી એ મહિલાઓમાંથી એક હતી, જેની પાસે શક્તિ પણ હતી અને તેના પર નિયંત્રણ પણ. 
 
 ક્યારે મનાવવામાં આવશે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ?
 
દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચના રોજ ઉજવાય છે. આ દિવસને મહિલાઓ પોતાની મુજબ ઉજવે છે. સૌથી પહેલા વર્શે 1911માં ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિટજરલેંડમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાયો હતો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આ વખતની થીમ છે 'ડિજિટઑલ: લૈગિક સમાનતા માટે નવાચાર અને પ્રૌદ્યોગિકી (DigitALL: Innovation and technology for gender equality) છે.