શિક્ષિકાઓ, ડૉક્ટર, વકીલ, આર્કિટેક્ટ અને એન્જિનિયર જેવાં વ્યવસાયની મહિલાઓને પુરુષ સમકક્ષ નથી ગણવામાં આવતી અને તેમને વળતર પણ પુરુષો કરતાં ઓછુ આપવામાં આવે છે. આ સિવાય ઘણાં એવાં ક્ષેત્ર છે કે જ્યાં મહિલાઓને નેતૃત્ત્વ નથી આપવામાં આવતું અથવા તો આપવા અગાઉ બે વાર વિચાર કરવામાં આવે છે. ૨૦૦૪માં કરાયેલ સર્વેક્ષણ અનુસાર મોટી કાનુની ફર્મમાં પાટર્નર તરીકે માત્ર ૧૬.૮ ટકા મહિલાઓ, એન્જિનિયરિંગના ક્ષેત્રમાં દર સાત સ્ટુડન્ટે માત્ર ૧ જ મહિલા હોવાનું અને ૧૦૦ ટોપ કંપનીઓમાં ઉચ્ચ હોદ્દાઓ પર મહિલાઓનું પ્રમાણ માત્ર છ ટકા જોવા મળ્યું હતું. અમેરિકા જેવા દેશમાં પણ મહિલાઓને પુરુષો કરતાં ૩૩ ટકા પગાર ઓછો આપવાનું ચલણ સામાન્ય ગણાય છે.