બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. મહિલા દિવસ
Written By
Last Modified: બુધવાર, 6 માર્ચ 2019 (15:17 IST)

Women's Day - પરિસ્થિતિએ ઓછી વયમાં સપનાને બનાવી દીધી ડાંસર, બનવા માંગતી હતી ફોજદાર

8 માર્ચના રોજ દુનિયાભરમાં વુમન્સ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. આ અવસર પર અમે તમને એ યુવતીની સ્ટોરી બતાવી રહ્યા છીએ જે આજે લાખો દિલમાં વસે છે. અમે વાત કરી રહ્યા છે બિગ બોસમાં ધમાલ મચાવનારી સપના ચૌધરીની.  ભલે સપનાને બિગ બોસ-11માં એક કંટેસ્ટેટના રૂપમાં લોકપ્રિયતા મળી હોય પણ અહી સુધી પહોંચવાની તેની યાત્રા સહેલી નહોતી. ચાલો જાણીએ કેવી રીતે સપના બની લાખો દિલોની ધડકન.. 
 
ફોજદાર બનવા માંગતી હતી સપના -  સ્ટેજ શો દ્વારા દેશભરમાં જાણીતી થયેલી સપના મામલતદાર બનવા માંગતી હતી. તેને નાચવા ગાવાનો શોક છે પણ ડાસિંગને કેરિયર બનાવવુ પડશે એવુ તેને ક્યારેય નહોતુ વિચાર્યુ. તે સ્ટેજ પર ડાંસ નહી પણ પોલીસ વિભાગમાં સબ ઈંસ્પેક્ટરની નોકરી કરવા માંગતી હતી પણ પરિસ્થિતિથી મજબૂર સપનાને પોતાની આ ઈચ્છા છોડવી પડી. 
 
12 વર્ષની વયમાં જ સાચવી પિતાની જવાબદારી 
 
તે 12 વર્ષની હતી, જ્યારે તેના પિતા ગુજરી ગયા. પિતાના નિધન પછી માતા નીલમ ચૌધરી અને ભાઈ-બહેનોની જવાબદારી સપનાના માથે આવી પડી. જેને કારણે તેણે મજબૂરીમાં સિંગિગ અને ડાંસિગ કરવુ પડ્યુ. ત્યારબાદ તેણે પોતાનુ પ્રથમ ગીત સોલિડ બૉડી રે થી હરિયાણામાં નહી પણ યુપી, રાજસ્થાન, દિલ્હી અને પંજાબમાં પણ ફેમસ થઈ ગઈ. આજે તેની એક ઝલક મેળવવા લોકો પાગલ થઈ જાય છે. 
સ્ટેજ જ નહી સોશિયલ મીડિયા પર પણ હિટ છે સપના 
 
સપના આજે જે મુકામ પર છે, ત્યા પહોંચવુ દરેકનુ સપનુ હોય છે. તે દેશભરમાં સ્ટેજ શો કરે છે અને જ્યા પણ પરફોર્મ કરે છે લોકોને પોતાના દિવાના બનાવી દે છે. ફક્ત સ્ટેજ જ નહી સપના સોશિયલ મીડિયા પર પણ સુપરહિટ છે. યુટ્યુબ ચેનલ પર સપનાના ગીત આવતા જ હિટ થઈ જાય છે. લાખો લોકો છે જેઓ તેના ગીત જ નથી જોતા પણ તેને પસંદ પણ કરે છે અને તેની ફૈન ફોલોઈંગ વધતી જઈ રહી છે. 
 
બિગ બોસ દ્વારા મળ્યુ એક મોટુ પ્લેટફોર્મ 
 
ભલે જ પોતાના ગીતથી તે લાખો કમાવી લેતીહોય પણ મોટુ પ્લેટફોર્મ તેને બિગ બોસ -11 થી જ મળ્યુ.  આ રિયાલિટે શો માં ભાગ લીધા પછી સપનાને ટીવી અને બોલીવુડના ઓફર પણ મળવા લાગ્યા. 
શરૂ કરવાની છે પ્રોડક્શન હાઉસ 
 
સપના ચૌધરીએ પોતાના ડ્રીમ વિશે વાત કરતા કહ્યુ કે તેનુ એક સપનુ સાચુ થવા જઈ રહ્યુ છે. તે હરિયાણામાં ફિલ્મ નામ પ્રોડક્શન હાઉસ ખોલવા જઈ રહી છે. સપનાએ કહ્યુ - હરિયાણામાં કોઈપણ પ્રોડક્શન હાઉસ નથી નએ ન તો કોઈ સુવિદ્યા છે. મૉડલ્સને જમીન પર બેસવુ પડે છે. ત્યા એક ખુરશી પણ હોતી નથી. મારુ સપનુ છે કે નાર્થ ઈંડિયામાં એક સારુ પ્રોડક્શન બને જેમા મેકઅપ મેનથી લઈને વૈનિટી વેન સહિત અનેક સુવિદ્યાઓ મળી રહે. 
 
વિવાદો સાથે પણ ઘેરાયેલી છે સપના 
 
એક કાર્યક્રમમાં સપનાએ રાગની બિગડ્યા ગાયુ હતુ. જેના પર લોકોએ સવાલ ઉઠાવ્યો હતો. એટલુ જ નહી ત્યારબાદ સપના વિરુદ્ધ ગુડગાવમાં એફઆઈઆર પણ નોંધાવાઈ. હાલ સપના કોઈ વિવાદ નહી પણ પોતાના ટ્રાસફોર્મેશન અને આવનારી ફિલ્મોને લઈને ચર્ચામાં છે. 
 
સુસાઈડ કરવાની હતી સપના 
 
તેના ગીતો અને ડાંસે જ્યા તેને સુપરહિટ બનાવી. ત્યા જ એક ગીત એ તેને ઝેર ખાવા મજબૂર કરી હતી. પોતાના સુસાઈડ અટેમ્પ નોટમાં સપનાએ લખ્યુ હતુ, મને સોશિયલ મીડિયા પર બદનામ કરવામાં આવી. મારા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર બદનામ કરવાનુ અભિયાન ચલાવાયુ. તેનાથી હુ તૂટી ગઈ હતી તેથી સુસાઈડ કરવાનુ વિચાર્યુ.