દીકરીઓ દહેજ માંગે ત્યારે...!

કલ્યાણી દેશમુખ| Last Modified શુક્રવાર, 6 માર્ચ 2009 (21:25 IST)

દહેજ જેવા કુરિવાજોને દૂર કરવાની વાત તો દૂર રહી ઘણીવાર છોકરીઓ પોતે માતા-પિતા પાસે દહેજની વસ્તુઓની માંગણી કરી નાખે છે. કદી તો પ્રેમથી તો કદી બળજબરી પૂર્વક જીદથી. મોટાભાગે આવી માંગણીઓ માત્ર દેખાવો કરવા માટે કરવામાં આવે છે, પણ આ સમયે બાળપણથી માતા-પિતા અને પિયર સાથે જોડાયેલી યુવતીઓ આ ભૂલી જાય છે કે તેનુ પિયર સક્ષમ છે કે નહી.

મારી એક પરિચિતની ભાણેજના લગ્ન નક્કી થયા. તેમની આર્થિક સ્થિતિ સાધારણ હતી, અને જીવનભર આ આર્થિક તંગીને કારણે માતા-પિતાની સાથે બાળકોને પણ ઘણી ઈચ્છાઓ મારવી પડી. લગ્ન નક્કી થતા જ માનો છોકરીને તો પોતાની દબાયેલી ઈચ્છાઓ પૂરી કરવાની તક મળી. મોંઘા ઘરેણા, બ્રાંડેડ કપડાં, પ્રસાધનો, ચપ્પલ(મોંઘામાં મોઘી) દુનિયાભરની જરૂરી-બિનજરૂરી વસ્તુઓ તેની યાદીમાં જોડાઈ ગઈ. લગ્ન તો એક જ વાર થાય છે - એવુ માનીને માતા-પિતા કશુ જ ન બોલ્યા, પણ લગ્નનુ બજેટ જરૂર વધતુ ગયુ. આવનાર ઘણા વર્ષો સુધી તેના માતા-પિતા દેવામાં ડૂબી રહ્યા.
રીનાની ઈચ્છા મોંઘી ગાડી લેવાની હતી, તેના ભાવિ પતિ પાસે કાર નહોતી, તેથી રીનાએ ફોન પર તેને સલાહ આપી દીધી કે દહેજની યાદીમાં ગાડી પહેલા સ્થાને મૂકી દે.... રીનાનો વાગ્દત્તા સારી નોકરીમાં આવતા પહેલા જ તેનુ વિવાહ મૂલ્ય(?) ખૂબ વધુ હતુ. લગ્ન ઠાઠથી કરવાની માંગણી હતી. ઉપરથી ગાડીનો ખર્ચો રીનાના પિતાની કમર તોડવા માટે પૂરતો હતો. તેમણે જેમ તેમ કરીને રીનાના લગ્ન પતાવ્યા, પણ પોતાનુ બધુ ફંડ પુરૂ કરીને ઘડપણની લાકડીને ગુમાવી બેસ્યા.
લગ્ન પહેલા જ નહી, લગ્ન પછી પણ ઘણી છોકરીઓ મોકો જોયા વગર માતા-પિતા પાસેથી ભેટની અપેક્ષા રાખે છે. માતા-પિતા પછી ભાઈ-ભાભી સાથે માઁગ બનેલી રહે છે. તેમને લાગે છે કે માતા-પિતા કે પિયર જાણે તેની કમીઓને પૂરી કરવાનુ સાધન માત્ર છે. જે ઘરમાં છોકરીએ જીવનના 20-22 વર્ષો ગાળ્યા હોય તેમની ભલાઈના વિશે વિચારવુ તેનુ કર્તવ્ય નથી ?

વાસ્તવમાં માતા-પિતાની સ્થિતિને સમજવો, તેમની મદદ કરવી છોકરાઓનુ જ નહી છોકરીઓનુ પણ કર્તવ્ય હોવુ જોઈએ. આર્થિક રૂપે સમૃધ્ધ માતા-પિતા પુત્રીઓ પર ભરપૂર ખર્ચ કરે છે. પરંતુ પાલક સમૃધ્ધ નથી તો છોકરીઓએ તેમની પરિસ્થિતિને સમજવી જોઈએ. પિયરમાંથી ધન એકઠુ કરવાને બદલે પિયરમાં બધાના દિલમાં પોતાની માટે જગ્યા બનાવવી વધુ જરૂરી છે. ત્યારે જ તો એક તમે એક દીકરી હોવા છતાં માતા-પિતાને કદી તમારો ભાર નહી લાગે.


આ પણ વાંચો :