શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ સમાચાર
Written By
Last Updated :મેલબર્ન. , મંગળવાર, 17 માર્ચ 2015 (13:09 IST)

ટીમ ઈંડિયાને મળી પત્ની-ગર્લફ્રેંડ સાથે રહેવાની મંજુરી

રમત જગતમાં વર્લ્ડ કપને લઈને ખેલાડીઓ અને ક્રિકેટ ફેંસમાં ઉત્સાહનુ વાતાવરણ છે. જેવુ કે તમે જાણો છો કે ભારતીય ટીમ, વર્લ્ડના ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચી ગયુ છે અને આ સાથે બીસીસીઆઈએ સોમવારે મંજુરી આપી દીધી કે હવે ભારતીય ટીમ હોટલમાં પત્ની અને ગર્લફ્રેંડ સાથે રહી રાખી શકશે. મતલબ વિરાટ અને અનુષ્કાની પરસ્પર દૂરિયા ખતમ થઈ ગઈ છે અને તે એક જ હોટલમાં રહી શકશે. 
 
ઉલ્લેખનીય છેકે બીસીસીઆઈએ નિર્દેશ આપ્યો હતો કે ભારતીય ટીમ ત્યા સુધી હોટલમાં પત્ની અને ગર્લફ્રેંડ સાથે નહી રહી શકે જ્યા સુધી વિશ્વ કપના નોકઆઉટ હરીફાઈમાં નથી પહોંચી જતી. ટીમ ઈંડિયાએ પણ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાના ક્રિકેટરોને પોતાની પત્નીઓ અને મહિલા મિત્રો સાથે રહેવાની મળેલ મંજુરીને જોતા બીસીસીઆઈ પાસે આવી જ માંગ મુકી હતી.