મારે છેલ્લે સુધી ટકી રહેવુ જરૂરી હતુ - રોહિત શર્મા
બાંગ્લાદેશના વિરુદ્ધ ક્વાર્ટર ફાઈનલ હરીફાઈમાં ભારત તરફથી સેંચુરી મારનારા ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા ખૂબ ખુશ જોવા મળ્યા. આ ટુર્નામેંટમાં પોતાની પ્રથમ સેંચુરી લગાવનારા રોહિતે કહ્યુ કે આ ટીમ માટે ખૂબ જ મહત્વની મેચ હતી.
તેમણે કહ્યુ કે હુ આ હરીફાઈમાં સારુ પ્રદર્શન કરવા માંગતો હતો. મને ખુશી છેકે અમે એક મોટો સ્કોર બનાવવામાં સફળ રહ્યા. અમે સારી બોલિંગ પણ કરી અને અમે સફળતા મેળવી.
આ વર્લ્ડ કપમાં રોહિતના ફોર્મને લઈને સવાલ ઉઠી રહ્યા હતા પણ આ ભારતીય ઓપનિંગ બેટ્સમેને આ મેચમાં પોતાના પૂરા રંગમાં જોવા મળ્યા. રોહિતે 126 બોલ પર 14 ચોક્કા અને 3 છક્કા મારી 137 રનોની શાનદાર રમત રમી. તેમને મેન ઓફ મેચ તરીકે પસંદ કરાયા.
રોહિતની આ રમતની મદદથી ભારતે 50 ઓવરમાં 6 વિકેટ પર 302 રનનો પડકારરૂપ સ્કોર બનાવ્યો. આ મેચમાં ભારતની શરૂઅત સારી રહી. પહેલા વિકેટ માટે શિખર ઘવન અને રોહિતની જોડીએ 75 રન બનાવ્યા. પણ ત્યારબાદ ટીમે જલ્દી જલ્દી બે વિકેટ ગુમાવી. જે બદલ રોહિતે કહ્યુ કે બે વિકેટ ગુમાવ્યા પછી મારુ અંતુ સુધી ટકવુ જરૂરી હતુ.
રોહિતે કહ્યુ કે આ વિકેટ પર બોલ રોકાઈને બેટ પર આવી રહી હતી. તેના પર રોહિતનુ કહેવુ હતુ કે જ્યારે અમે બેટિંગ કરવી શરૂ કરી તો અમને અંદાજ આવી ગયો કે બોલ ધીમી આવવા ઉપરાંત નીચે પણ રહેશે. અમે વિકેટ પર ટકીને માત્ર અમારી રમત રમવા માંગતા હતા. હુ જાણતો હતો કે જો હુ 30-35 ઓવર સુધી બેટિંગ કરી ગયો તો અમે એક મોટો સ્કોર બનાવી શકીએ છીએ. મને આજે મે રમેલા બધા શોટ ગમ્યા.
વરસાદને કારણે મેચ થોડી વાર રોકાઈ હતી. રોહિતનુ કહેવુ હતુ કે વરસાદ પછી બોલ બેટ પર સારી રીતે આવવા લાગી અને બેટિંગ પહેલાની તુલનામાં વધુ સરળ બની.
રોહિતે કહ્યુ કે અમે બાગ્લાદેશને કમ નહોતા આંકી શકતા કારણ કે તેઓ 290 રન બનાવી ચુક્યા છે. પણ બોલરોની શ્રેષ્ઠ બોલિંગ અને ટીમની ફિલ્ડિંગને કારણે અમારે માટે મેચ સરળ બની ગઈ.