1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 17 માર્ચ 2015 (13:21 IST)

વર્લ્ડ કપ 2015 - જાણો વિરાટ કોહલી વિશે શુ કહે છે દિગ્ગજો

વિરાટ કોહલી આજે દુનિયાના સૌથી શાનદાર બેટ્સમેનોમાં સમાયેલ છે. ક્રીઝ પર તેમની હાજરી જ ટીમ ઈંડિયા માટે જીતનો વિશ્વાસ ઉભો કરે છે. કોહલીની આક્રમકતા, એકાગ્રતા, જુનૂન અને પોતાનુ સર્વશ્રેષ્ઠ આપવાની જીદ, તેમને બાકી ખેલાડીઓથી અલગ કરે છે. અનેક પૂર્વ દિગ્ગજ અત્યારથી કોહલીના પગલાને સફળતાના શિખર પર પહોંચતા જોઈ રહ્યા છે. જાણો શુ કહેવુ છે તેમનુ ભારતના આ લાજવાબ બેટ્સમેન વિશે.. 
 
સુનીલ ગાવસ્કર - એક સારો ખેલાડી બનવા માટે તમારી અંદર પ્રતિભા હોવી જોઈએ પણ એક મહાન ખેલાડી બનવા માટે તમારે વિરાટ કોહલી જેવા એટ્ટિટ્યુડની જરૂર હોય છે. 
 
વિવ રિચર્ડ્સ - મને કોહલીને બેટિંગ કરતા જોવો પસંદ છે. મને તેની આક્રમકતા અને જુનૂન પસંદ છે.. જે એક સમયે મારામાં પણ રહી હતી. તેને જોઈને મને મારી રમત યાદ આવે છે. 
 
સૌરવ ગાંગુલી - અત્યારની વાત કરીએ તો કોહલી દુનિયાના મહાનતમ બેટ્સમેન છે. 
 
ઈયાન ચૈપલ - વિરાટ કોહલી ભારતીય ક્રિકેટના પ્રિંસ છે. 
 
ગૈરી કર્સ્ટન - વિરાટ કોહલી એક વિરલ પ્રતિભા છે. મારી ખુશકિસ્મતી છે કે મે તેમને ખેલાડીન રૂપમાં વધતા જોયા અને આ વાત મને ખૂબ ખુશી આપે છે. 
 
નાસિર હુસૈન - જો આજે મને વિશ્વ ક્રિકેટના બે સર્વશ્રેષ્ઠ બેટ્સમેનને પસંદ કરવાના હોય તો મારા દિમાગમાં બે નામ આવે છે. પહેલુ એબી ડિવિલિયર્સ અને બીજુ વિરાટ કોહલી. 
 
સંજય માંજરેકર - વિરાટની સફળતા તમને હૈરાન નથી કરતી, નિષ્ફળતા કરે છે. 
 
માઈકલ ક્લાર્ક - વિરાટ કોહલીની બેટિંગ મને સચિન તેંદુલકરની યાદ અપાવે છે. 
 
ઈયાન હીલી - મે સચિન તેંદુલકરને બેટિંગ કરતા જોયો છે અને હુ કહેવા માંગીશ કે કોહલીમાં તેમના જેવી બેટિંગ કરવાની ક્ષમતા જોવા મળે છે.