શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 17 માર્ચ 2015 (12:51 IST)

વર્લ્ડ કપમાં ટીમ ઈંડિયાની સફળતાનુ રહસ્ય

બે મહિના પહેલા જ ઓસ્ટ્રેલિયામાં ફ્લોપ થયેલી ટીમ ઈંડિયાની ચારે બાજુ જોરદાર આલોચના થઈ રહી હતી અને ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક સંન્યાસ લેનારી ટીમના કપ્તાન ધોનીને ફ્લોપ બતાવનારાઓની કમી નહોતી. 
 
કોઈપણ એક્સપર્ટે ટીમ ઈંડિયાને વર્લ્ડ કપ જીતવાના દાવેદાર નહોતા માન્યા. પણ પોતાના ગ્રુપની બધી મેચ જીતતા શાનથી ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન બનાવનારી ટીમ ઈંડિયા આજે વર્લ્ડ કપ જીતવા માટે ફેવરિટ બની ગઈ છે. 
 
ઝીમ્બાબવેના વિરુદ્ધ છક્કો લગાવીને ભારતને જીત અપાવનારા કેપ્ટન ધોનીને આજે બધા બેસ્ટ બતાવી રહ્યા છે. આવો જાણીએ કે કેવી રીતે ઓસ્ટ્રેલિયામાં હારી રહેલી ટીમ ઈંડિયા અચાનક જ વર્લ્ડ કપમાં ચેમ્પિયનની જેમ રમવા લાગી. છેવટે શુ છે વર્લ્ડ કપમાં ટીમ ઈંડિયા અને ધોનીની સફળતાનુ રહસ્ય.. 
 
1. ઓસ્ટ્રેલિયાના લાંબા પ્રવાસ અને ધોનીની પુત્રી - ઓસ્ટ્રેલિયાના લાંબા પ્રવાસ પર ટીમ ઈંડિયા માટે કશુ પણ યોગ્ય નથી રહ્યુ અને ટીમ એક જીત માટે તરસતી રહી. આ લાંબા પ્રવાસે ખેલાડીઓને ખૂબ જ થકાવી દીધા. પણ ક્રિકેટના સારા સ્ટુડેંટસની જેમ માહીએ આ સફળતાઓમાંથી સીખ લીધી અને તેમા સુધારનો પ્રયત્ન કર્યો. સાથે જ વર્લ્ડ કપ શરૂ થતા પહેલા ધોનીની સાથે એક લેડી લક જોડાય ગયુ જ્યારે તેમની પત્ની સાક્ષીએ એક પુત્રીને જન્મ આપ્યો. ધોનીની પુત્રી જિવા તેમને માટે કેટલી લકી સાબિત થઈ છે એ તો હવે કોઈને બતાવવાની જરૂર નથી. 
 
2. ટીમ ઈંડિયાની જર્સીનો રંગ બદલાયો - ટેસ્ટ શ્રેણી ખતમ થયા પછી ટીમ ઈંડિયાની ધોનીને ફેવરિટ લિમિટેડ ઓવર્સ ક્રિકેટમાં ઉતરી. ટીમની જર્સીનો રંગ બદલાયો તો ટીમનુ નસીબ પણ બદલાય ગયુ. જો કે ઓસ્ટ્રેલિયામાં થયેલ ટ્રાઈ શ્રેણીમાં ટીમ ફેલ રહી પણ તેણે વર્લ્ડ કપ માટે જરૂરી વોર્મ અપનુ કામ કર્યુ અને વર્લ્ડ કપમાં ટીમ ઈંડિયા દુનિયાની સૌથી ખતરનાક ટીમ બની ગઈ. 
વધુ જોવા આગળ ક્લિક કરો 

3. અગાઉન ચેમ્પિયન હોવુ - વર્લ્ડ ચેમ્પિયન હોવાનો અહેસાસ ટીમ ઈંડિયાના ખેલાડીઓને એ વિશ્વાસ ઉભો કરે છેકે તેઓ ફરીથી ચેમ્પિયન બની શકે છે. બે વર્લ્ડ કપ જીતી ચુકેલ ધોની આમ તો સૌમાં બેસ્ટ બની જાય છે.  
 
4. શાનદાર શરૂઆત - ટીમ ઈંડિયાએ પહેલા જ મેચમાં પાકિસ્તાન પર જોરદાર જીત દ્વારા વર્લ્ડ કપ અભિયાનનો શાનદાર આગાઝ કર્યો. આ જીતે ટીમ ઈંડિયાનુ મનોબળ વધારવાનુ કામ કર્યુ. ત્યારબાદ તો ટીમ ઈંડિયાની આંધી સામે સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈંડિઝ જેવી ટીમો પણ ન ટકી શકી.  
 
વધુ જોવા આગળ ક્લિક કરો

5. દબાણનો સામનો કરવામાં ધોનીની ક્ષમતા - આનાથી સારી કલા કદાચ જ કોઈ વધુ જાણતુ હોય. ખુદ પર આટલો વિશ્વાસ ખૂબ જ ઓછા ખેલાડી બતાવી શકે છે. વેસ્ટ ઈંડિઝ વિરુદ્ધ બેટ્સમેનો ફ્લોપ થતા તેમણે ટીમને જીત અપાવી અને ઝિમ્બાબવેના વિરુદ્ધ દબાણ સમયે રૈનાની સાથે રમેલી તેમની રમતને કોણ ભૂલી શકે છે.  
 
6. ધોનીની કપ્તાની - ધોનીએ આ વર્લ્ડ કપમાં સતત 6 મેચ જીતતા આંકડાના હિસાબથી ખુદને ઈંડિયાના બેસ્ટ કેપ્ટન બનાવી દીધા છે. તેમનુ નામ વર્લ્ડ કપમાં સતત 10 જીતોનો રેકોર્ડ નોંધાયો છે અને તેઓ સૌરભ ગાંગુલી (8 જીત) અને ક્લાઈવ લોયડ (9 જીત) થી પણ આગળ નીકળી ગયા છે. હવે તેમની આગળ ફક્ત પોંટિંગ (24 જીત) છે. 
 
વધુ જોવા આગળ ક્લિક કરો

7. બોલર્સનુ લાજવાબ પ્રદર્શન - ટીમ ઈંડિયના બોલર્સે આ વર્લ્ડ કપમાં પોતાના શાનદાર પ્રદર્શનથી સૌને ચોકાવ્યા છે. જેને વર્લ્ડ કપ પહેલા ટીમ ઈંડિયાની નબળાઈ કહેવાઈ રહી હતી. એ જ આજે તેની સૌથી મોટી તાકત બનીને ઉભરી છે. ગ્રુપ મેચોમાં ભારતીય બોલર્સે બધી 6 ટીમોની દસ વિકેટ લેતા સ્કોર 60 આઉટ ઓફ 60 કરી લીધો. પરફેક્ટ બોલિંગ ! 
 
8. ટીમ એકબીજાની સફલતાનો ઉલ્લાસ મનાવે છે - ધોની ખૂબ જ વિનમ્રતાથી ટીમમાં એકબીજાની સફળતાને એંજોય કરે છે. ટીમની જીતનુ ક્રેડિટ લેવામાં તે ખુદને સૌથી પાછળ રાખે છે. તેઓ કહે છે કે હું ટીમની જરૂરિયાતના હિસાબથી બેટિંગ કરુ છુ અને તેનો ફાયદો અમને મળે છે. 
 
9. આગળ વધવાની લગન - ટીમ ઈંડિયામાં આગળ વધવાની લલક અને વર્લ્ડ કપ જીતવાની ભૂખ જોવા મળી રહી છે. સતત છ મેચ જીતી ચુકેલ ટીમને ક્વાર્ટર ફાઈનલમાં બાગ્લાદેશ સાથે રમવાનુ છે અને આ માટે અહી જીત મેળવવી મુશ્કેલ ન હોવી જોઈએ. ધોનીનું કહેવુ છે કે ટીમ સાચા લયમાં આગળ વધી રહી છે અને અમે તેને કાયમ રાખવા માંગીએ છીએ. અમે પણ આ જ ઈચ્છીએ છીએ .. ઓલ ધ બેસ્ટ ટીમ ઈંડિયા... 