1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ સમાચાર
Written By
Last Modified: જાલંધર. , સોમવાર, 16 માર્ચ 2015 (12:48 IST)

ધોનીને મિસ કરી રહેલ સાક્ષી પુત્રીને કહી રહી છે "જિવા પપ્પા વર્લ્ડ કપ લઈને આવશે"

દેશ જ્ય ધોની પાસે વિશ્વ કપની આશા લગાવી રહ્યુ છે તો બીજી બાજુ એક વ્યક્તિ છે જે માહીના આવવાના એક એક ક્ષણની રાહ જોઈ રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે 6 ફેબ્રુઆરીના રોજ ધોનીના ઘરે નાનકડી પરી જિવાનો જન્મ થયો હતો. ત્યારબાદથી ધોની અત્યાર સુધી પોતાની પુત્રીને નથી મળી શક્યા. જાન્યુઆરી મહિનાથી ઓસ્ટ્રેલિયામાં ત્રિકોણીય શ્રેણી શરૂ થયા પછી ધોનીના શેડ્યુલ ખૂબ વ્યસ્ત થઈ ગયુ હતુ. આ ત્રિકોણીય શ્રેણી પછી ભારતને વિશ્વ કપ રમવાનો હતો. જેવી ત્રિકોણીય શ્રેણી ખતમ થઈ તેના આગામી બે દિવસ પછી વિશ્વ કપની અભ્યાસ મેચ શરૂ થવાની હતી. આ દરમિયાન 6 ફેબ્રુઆરીના રોજ ઘોનીના ઘરે પુત્રીનો જન્મ થયો. ત્યારબાદ ધોની ઘરે ન જઈ શક્યા. 
 
મિસ સાક્ષી એક એક દિવસની રાહ જોઈ રહી છે 
 
આખ દેશમાં ધોની પાસે વિશ્વ કપની આશા થઈ રહી છે. બીજી બાજુ મિસ સાક્ષી અને જિવા ધોની પાસે વિશ્વ કપ ઉપરાંત તેને મળવા માટે પણ રાહ જોઈ રહ્યા છે. મિસ સાક્ષી ધોનીને મળવા માટે એટલી ઉત્સાહિત છે કે તે રોજ ટ્વિટર પર વિશ્વ કપના ખતમ થવાની રાહ જોઈ રહી છે. 14 માર્ચના રોજ મિસ ધોનીએ પોતાના ટ્વિટર પર ટ્વીટ કર્યુ હતુ કે જિવાને પોતાના પિતાને મળવા માટે હજુ 16 દિવસ વધુ રાહ જોવી પડશે. મિસ માહીને ધોની પાસે આશા છે કે તે જરૂર બીજીવાર વિશ્વ કપ જીતીને આવશે. 
 
દરેક તરફથી આલોચના થઈ હતી.. 
 
જાન્યુઆરી મહિનામાં જ્યારે ઈંડિયા ટીમ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી રમવા ગઈ હતી તો ભારતીય ટીમ ખરાબ રીતે હારી ગઈ હતી. આ દરમિયન ધોનીને આલોચકોની ખરી ખોટી સાંભળવી પડી હતી. ત્યારબાદ ધોનીએ કંટાળીને અંતિમ ટેસ્ટમાં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધુ હતુ. ત્યારબાદ જ્યારે વન-ડે ક્રિકેટ ત્રિકોણીય શ્રેણી શરૂ થઈ તો ત્યા પણ ભારતીય ટીમ સંપૂર્ણ રીતે ફ્લોપ થઈ ગઈ. આ દરમિયાન ધોનીને દરેક તરફથી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો.  
 
જિવા આવી.. ખુશીઓ લાવી.. 
 
જેવો ધોનીના ઘરે જિવાનો જન્મ થયો. આખા દેશે ધોનીને ભૂલીને તેમને શુભેચ્છા આપી. તેના બે દિવસ પછી ભારતને પ્રથમ અભ્યાસ મેચ રમવાની હતી. આ મેચમાં ભારતીય ટીમે વિશ્વ કપની પ્રથમ જીત નોંધાવી.  ત્યારથી અત્યાર સુધી ભારતીય ટીમ વિશ્વ કપમાં દરેક ટીમ પર ભારે પડી રહી છે. વિશ્વ કપમાં 6 મેચોમાં જીત નોંધાવીને ધોનીએ રેકોર્ડ કાયમ કર્યો છે. હવે ભારતીય ટીમ 19 માર્ચની રાહ જોઈ રહી છે.  ત્યારબાદ ભારતીય ટીમ સેમીફાઈનલમાં પહોંચી જશે.