યોગાસનના પાઠ શિખતી મલ્લિકા શેરાવત

IFMIFM

મુંબઈના બાબા રામદેવના યોગ શિબિરમાં અભિનેત્રી મલ્લિકા અચાનક જ પહોંચી જતાં ઉપસ્થિત લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું હતું. લોકોમાં ચર્ચા ચાલી રહી હતી કે પહેલેથી જ સુડોળ અને આકર્ષક કાયા ધરાવતી મલ્લિકાને યોગની શું આવશ્યક્તા ઊભી થઈ. હાલ દરેક વ્યક્તિ પોતાના શરીરને સુડોળ અને સુંદર બનાવવા વિવિધ યુક્તિઓ અને પ્રયુક્તિઓ અજમાવી રહી છે. આવા સમયે ફિલ્મી જગતની અભિનેત્રીઓ પણ પાછળ કેમ રહી જાય. બોલીવુડથી લઈ હોલીવુડ સુધી પોતાની ખૂબસુરતી મદમસ્ત શરીરનું દર્શન કરાવી ચુકેલી અભિનેત્રી મલ્લિકા શેરાવત આજકાલ યોગગુરુ બાબા રામદેવની શરણમાં છે.

વેબ દુનિયા|
પ્રાપ્ત માહિતી મુજબ ગત સપ્તાહ મુંબઈમાં ચાલી રહેલા બાબા રામદેવના યોગ શિબિરમાં અચાનક જ મલ્લિકા શેરાવત જઈ પહોંચી અચાનક મલ્લિકાને શિબિરમાં જોઈને પ્રશિક્ષણ લઈ રહેલા વ્યક્તિઓની આંખો આશ્ચર્યચક્તિ થઈ ગઈ. સૌ પ્રથમ તો મલ્લિકાએ યોગશિબિરમાં પહોંચી બાબા રામદેવના આશીર્વાદ લીધા. ત્યારબાદ ઉપસ્થિત લોકો સાથે યોગાસનનો આનંદ ઉઠાવ્યો હતો. જો કે પ્રશિક્ષણાર્થીમાં ચર્ચા ચાલી રહી હતી કે મલ્લિકાની કાયા તો પહેલેથી જ આકર્ષક અને સુડોળ છે. તેમ છતાં તેને યોગની શી જરૂર પડી. જો કે મલ્લિકાનું અચાનક જ શિબિરમાં ઉપસ્થિત થવું લોકો માટે તો સ્વપ્ન બરાબર જ હતું. બધા પ્રકારના લોકોએ યોગાસન કરવા જોઇએ..


આ પણ વાંચો :