મેલબર્ન ક્રિકેટના મેદાનમાં આર્ટ ઓફ લિવિંગ વિશ્વ સંસ્કૃતિ મહોત્સવ 2018નુ આયોજન થશે

art of living
બેંગલોર.| Last Updated: ગુરુવાર, 8 સપ્ટેમ્બર 2016 (13:01 IST)

ઓસ્ટ્રેલિયાના પૂર્વ પ્રીમિયર એડવર્ડ નોર્મન બૈલિયુને આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરને 2018માં મેલબર્નના શાનદાર ક્રિકેટ મેદાન પર આગામી
વિશ્વ સાંસ્કૃતિક મહોત્સવની મેજબાની માટે આમંત્રણ આપ્યુ છે. બૈલિયુને ગુરૂદેવને ઓસ્ટ્રેલિયાના સંસદને સંબોધન કરવા માટે પણ આમંત્રણ આપ્યુ.

બૈલિયુ દિલ્હીમાં થયેલ વિશ્વ સાંસ્કૃતિક મહોત્સવમાં હાજર અનેક ગણમાન્ય અતિથિઓમાંથી એક હતા. વિશ્વ સાંસ્કૃતિક મહોત્સવના મોટા પાયા પર અને સકારાત્મક પ્રભાવ અને વૈશ્વિક શાંતિને પ્રોત્સાહિત કરવામાં દ્વારા કરવામાં આવેલ યોગદાનથી પ્રભાવિત થઈને અનેક વિશિષ્ટ અતિથિઓને પણ પોતાના રાજ્યમાં ગુરૂદેવને રાજકીય યાત્રા પર પોત પોતાના દેશોનો પ્રવાસ કરવા અને રાષ્ટ્રીય સંસદને સંબોધિત કરવા માટે આમંત્રિત કર્યા. બ્રિટન, કોલંબિયા, ઓસ્ટ્રેલિયા, જર્મની, અમેરિકા, મધ્ય પૂર્વ રાજ્ય અને અનેક દેશોના રાજનીતિક નેતાઓએ ગુરૂદેવનો અભિનંદન કર્યો અને તેમના દ્વારા શિક્ષા, ગ્રામીણ વિકાસ, તનાવ ઉન્મૂલન અને સંઘર્ષ સમાધાનના ક્ષેત્રોમાં દુનિયાભરમાં કરવામાં આવેલ વિવિધ સેવા પરિયોજનાઓની પહેલની પ્રશંસા કરી.



આ પણ વાંચો :