પાવર યોગાને સૂર્ય નમસ્કારના 12 આસનો અને કેટલાંક અન્ય આસનોને ભેગા કરીને બનાવવામાં આવ્યા છે. પાવર યોગા એક પ્રકારનો યોગ જ છે જેમાં તમારે માત્ર દિવસ દરમિયાન 45 મિનિટનો સમય આપવો પડે છે. પાવર યોગામાં બધી ક્રિયાઓ બહુ ઝડપથી વગર અટકે કરવામાં આવે છે. જેનાથી શરીરની કેલરી બર્ન થાય છે અને સારો એવો પરસેવો પણ છુટે છે.