સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. યોગ
  3. યોગાસન
Written By

Power Yogaના ફાયદા વિશે જાણો.. વજન ઉતારવામાંં સટીક ઉપાય(see video)

પાવર યોગાને સૂર્ય નમસ્કારના 12 આસનો અને કેટલાંક અન્ય આસનોને ભેગા કરીને બનાવવામાં આવ્યા છે. પાવર યોગા એક પ્રકારનો યોગ જ છે જેમાં તમારે માત્ર દિવસ દરમિયાન 45 મિનિટનો સમય આપવો પડે છે. પાવર યોગામાં બધી ક્રિયાઓ બહુ ઝડપથી વગર અટકે કરવામાં આવે છે. જેનાથી શરીરની કેલરી બર્ન થાય છે અને સારો એવો પરસેવો પણ છુટે છે.
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો 
આગળ જાણો પાવર યોગાના લાભ વિશે 

પાવર યોગા કરવાથી થતાં લાભ -

કેલરી બળે છે.
શરીરનો સ્ટેમિના, તાકાત, ફ્લેક્સિબિલિટી વધે છે.
બ્લડ સર્ક્યુલેશન વધે છે અને રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે.
પરસેવા દ્વારા બધી ગંદકી બહાર નીકળી જાય છે.
તણાવ અને ડિપ્રેશન દૂર થાય છે.

શું પાવર યોગા અન્ય કાર્ડિયો અને તાકાત વધારનારી કસરતો કરતા વધુ સારા છે ?

જ્યાં 1 કલાક પાવર યોગા કરવાથી શરીરની 200 કેલરી બર્ન થાય છે ત્યાં જ બીજી કસરતો, જેવી કે એરોબિક્સ, સ્વિમિંગ અને જોગિંગથી 1 કલાકમાં 300થી 400 સુધીની કેલરીબર્ન થઇ જાય છે. પણ પાવર યોગા તમારા શરીરને સારી રીતે ટોન કરે છે, એ પણ શરીરના કોઇપણ હિસ્સા પર વગર કોઇ ભાર આપે. માટે આ યોગ વૃદ્ધો માટે બહુ સારો ગણાય છે કારણ કે તેનો સ્નાયુઓ કે હાકડા પર કોઇ ખરાબ પ્રભાવ નથી પડતો. અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણવાર પાવર યોગા અચૂક કરો. આનાથી શરીરની કેલરી બાળવાની ક્ષમતા વધે છે જેનાથી સરળતાથી સ્થૂળતા ઓછી કરીને શરીરને આકર્ષક આકાર આપી શકાય છેય જો કમર દર્દ હોય તો પણ આ યોગ કરવાથી કરોડરજ્જુને તાકાત મળે છે.


પાવર યોગા વજન ઉતારવામાં સટીક છે જાણો આગળ 

-પાવર યોગમાં સખત અને સતત ક્રિયાઓ કરવાની હોય છે. એમાં એક જ ક્રિયાને ઝડપથી લગાતાર વારંવાર કરવામાં આવે છે. બધુ જોર શારીરિક શક્તિ અને લચક ઉપર હોય છે. લગાતાર ક્રિયાઓ કરવાથી પસીનો વધુ નિકળે છે. આથી વજન પણ ઝડપથી ઘટે છે. 
 
- પાવર યોગા ઝડપથી ફાયદો મેળવવા માટે ખૂબ જ સારા માનવામાં આવે છે પરંતુ પાવર યોગા જ્યાં સુધી કરવામાં આવે ત્યાં સુધી જ તેના ફાયદા મળે છે. આ યોગ બંધ કર્યા પછી શરીરમાં શિથિલતા આવી શકે છે. આ કારણે જ પાવર યોગ કોઈ યોગના નિષ્ણાત વ્યક્તિની સલાહ લઈને જ કરવા જોઈએ.