સંબંધિત સમાચાર
- બોર્ડ પરીક્ષાર્થીઓ માટે શિક્ષણ વિભાગની ખાસ પહેલ, તૈયાર થઈ ‘પરીક્ષા સહાયક’ પુસ્તિકા
- ગુજરાત વિધાનસભામાં આજે બપોરે 12 વાગ્યે બેઠક, અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા
- CM ભૂપેન્દ્ર પટેલની નર્મદા જિલ્લાને મોટી ભેટ: આદિજાતિ વિસ્તારોના વિકાસ માટે બે નવા બ્રિજને આપી મંજૂરી
- બાળકો માટે સમય જ નથી, 12 કલાક કામ કરુ છુ, રાજીનામુ આપનારી ડિપ્ટી કમિશ્નર સ્વાતી દેસાઈનો હવે યુટર્ન
- અબૂધાબીથી પેટમાં લાવ્યો 135 ગ્રામ સોનુ, અમદાવાદ એયરપોર્ટ પર કસ્ટમ વિભાગે પકડ્યો, પોટીમાંથી કાઢી 3 કેપ્સૂલ
સાવધાન આજથી 15 દિવસની સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ: નિયમ તોડનારાઓ સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં વધતા માર્ગ અકસ્માતોને અંકુશમાં લેવા રાજ્ય પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ આવતીકાલથી સમગ્ર રાજ્યમાં 15 દિવસીય વિશેષ ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરાશે. આ ઝુંબેશ 25 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી ચાલશે, જેમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રન્ક એન્ડ ડ્રાઈવ, ઓવર પેસેન્જર ભરેલા વાહનો, રોંગ સાઈડ ડ્રાઈવિંગ, નંબર પ્લેટ વગરના વાહનો, કાળા કાચવાળા વાહનો, હેલ્મેટ વગરના બાઈકચાલકો, ગેરકાયદેસર LED લાઈટ લગાવનાર તેમજ જાહેર માર્ગ પર અનધિકૃત પાર્કિંગ કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્યભરના શહેરો અને હાઈવે વિસ્તારોમાં વિશેષ ચેકિંગ હાથ ધરાશે. ટ્રાફિક પોલીસ વિવિધ સ્થળોએ નાકાબંધી કરી નિયમોનું પાલન થાય તેની ખાતરી કરશે. પોલીસ તંત્રનો ઉદ્દેશ માર્ગ સુરક્ષા વધારવો અને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો લાવવાનો છે.
વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. નિયમ ભંગ કરનારાઓ સામે કાયદેસર કાર્યવાહી ઉપરાંત દંડ પણ વસૂલવામાં આવશે.
