શુક્રવાર, 20 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. યોગ
  4. »
  5. યોગાસન
Written By વેબ દુનિયા|

બ્રહ્મમુદ્રાસન

ગરદન માટે ઉત્કૃષ્ટ આસન

બ્રહ્મના ચાર મોઢા હતા, આ આસનમાં આપણે આપણી ડોકને ચારેબાજુ લઈ જઈએ છીએ. તેથી આને બ્રહ્મ મુદ્રાસનના નામથી જાણવામાં આવે છે.

વિધિ : જે આસનમાં સુખનો અનુભવ હોય તેવુ આસન પસંદ કરી (પદ્માસન, સિધ્ધાસન કે વજ્રાસન) કમર અને ડોકને સીધી રાખીને ધીરે ધીરે ડાબી બાજુ લઈ જવામાં આવે છે. થોડાક સેકંડ જમણી બાજુ રોકાય છે, ત્યારબાદ ડોકને ધીરે ધીરે ડાબી બાજુ લઈ જવામાં આવે છે.

થોડાક સેકંડ સુધી ડાબી બાજુ રોકાઈને જમણી તરફ લઈ જવામાં આવે છે, પછી પાછા ફર્યા પછી ગરદનને ઉપરની તરફ લઈ જવામાં આવે છે, ત્યારબાદ નીચેની તરફ લઈ જવામાં આવે છે. આ રીતે આ એક ચક્ર પુરૂ થયુ. આપણી સુવિદ્યા મુજબ આ ચક્ર ચારથી પાઁચ વખત કરી શકો છો.

સાવધાની - બ્રહ્મ મુદ્રાનો અભ્યાસ કરતી વેળાએ એ ધ્યાન રાખવુ જોઈએ કે કરોડરજ્જૂ પૂરી રીતે સીધુ હોવુ જોઈએ. જે ગતિથી આપણે ગરદનને જમણેથી ડાબી બાજુ લઈ જઈએ છીએ તે જ ગતિથી પાછા ફરીએ અને દાઢીને ખભા તરફ દબાવીએ.

W.D
જેમણે સર્વાઈકલ સ્પોંડોલાઈટિસ કે થાઈરાઈડની સમસ્યા છે તેઓ દાઢીને ઉપરની તરફ દબાવે. ગરદનને નીચેની તરફ લઈ જતી વખતે ખભા ન નમાવે. કમર, ગરદન અને ગળામાં કોઈ ગંભીર રોગ હોય તો યોગ ચિકિત્સકની સલાહ લઈને જ આ આસન કરો.

લાભ - જે લોકોને સર્વાઈકલ સ્પોનડોલાઈટિસ, થાઈરાઈડ ગ્લાંટસની બીમારી હોય તેમને માટે આ આસન ફાયદો આપનારુ છે. તેનાથી ગરદનની નસો લચીલી અને મજબૂત બને છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ આ આસન લાભદાયક છે.