બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. યોગ
  3. યોગાસન
Written By
Last Updated : મંગળવાર, 20 જૂન 2017 (14:25 IST)

આ 6 ચમત્કારી YOGA દ્વારા તમારું પેટ અંદર થઈ જશે

અનિયમિત અને મસાલેદાર ભોજન ઉપરાંત આરામપૂર્ણ લાઈફસ્ટાઈલને કારણે એક વૈશ્વિક સમસ્યા બની ગઈ છે જેને કારણે ડાયાબિટીસ અને હાર્ટ એટેકનો ખતરો વધી ગયો છે. પેટ અન્ય બીજી બીમારીઓને જન્મ આપે છે. જેને કારણે વ્યક્તિ હંમેશા શરીરમાં સારુ ફીલ કરતો નથી. 
 
કમર અને પેટની આસપાસ એકત્ર એકત્ર વધારાની ચરબીથી કિડની અને મૂત્રાશયમાં પણ મુશ્કેલી થવી શરૂ થઈ જાય છે. કરોડરજ્જુ પર પણ અતિરિક્ત દબાણ પડે છે અને જેને કારણે તમારા તમને અવારનવાર કમરનો દુખાવો અને સાઈડ દુખાવો થતો રહે છે. જો તમે પેટથી છુટકારો મેળવીને ફરીથી તેને પેટ બનાવવાનુ વિચારી રહ્યા છો તો અહી આપેલ યોગના 10 એવા આસન જેને કરવાથી તમને વધુ શ્રમ નહી કરવો પડે. જરૂરી નથી કે તમે બધા 10 આસન જ નિયમિત કરો. કોઈપણ બે આસનને નિયમિત કરો તો 1 મહિનામાં લાભ તમને દેખાય જશે. 
 
1. નૌકાસન કરો - નિયમિત રૂપે આ આસનથી પેટને ચરબી તો થાય છે સાથે જ શરીર લચીલુ બનાવવાથી લઈને પાચન સંબંધી સમસ્યાઓમાં પઁણ ખૂબ લાભકારી સાબિત થાય છે. 
 
2.  ઉત્તાન પદ્માસન - આ એક એવો યોગ છે જેને નિયમિત રૂપે કરવાથી તરત જ પેટ અંદર થઈ જાય છે. ખાસ કરીને તે અપચો, કબજિયાત, જાડાપણુ પેટ અને અન્ય પેટ સંબંધી બીમારીઓથી બચાવે છે. 
 
3. તોલાંગુલાસન - વજન તોલતી વખતે બંને તરાજૂ સંતુલનમાં રહે છે અર્થાત તરાજૂનો કાંટો વચ્ચે રહે છે. એ જ રીતે યોગાસનમાં પણ શરીરનો સંપૂર્ણ ભાર જાંઘ પર આવી જાય છે. અને વ્યક્તિની આકૃતિ તરાજુ જેવી લાગે છે તેથી તેને તોલાંગુલાસન કહે છે. 
 
4. કુર્માસન - કુર્માસન - કુર્મનો અર્થ થાય છે કાચબો. આ આસનને કરતી વખતે વ્યક્તિની આકૃતિ કાચબા સમાન બની જાય છે.  તેથી તેને કુર્માસન કહે છે. 
 
5. ભૂજંગાસન - આ આસનમાં શરીરની આકૃતિ ફન ઉઠાવેલા ભુજંગ અર્થાત સાંપ જેવી બની જાય છે. તેથી તેને ભુજંગાસન કે સર્પાસન કહે છે. આ આસન પેટના બળ પર સૂઈને કરવામાં આવે છે. આ આસન પણ પેટની ચરબીને ઘટાડવામાં કરવામાં આવે છે. 

6. કુંભકાસન (Kumbhkasana) - કુંભકાસન અને ચતુરંગ દંડાસનના મળતાવડા રૂપને આજકાલ પશ્વિમમાં પ્લંક (plank)  કહેવાય છે. પ્લાંકને હિન્દિમાં કાષ્ઠફલક કહેવાય છે. પ્લંકના નામથી યોગાસન પણ કરાઅમાં આવે છે. આ આસનને ફલકાસન કહે છે જે સૂર્ય નમસ્કારનુ એક સ્ટેપ છે. 
આ આસન જોવામા સહેલુ છે પણ કરવામાં મુશ્કેલ. તેને યોગાનું સૌથે અસરદાર આસન કહેવાય છે. 1 થી 2 મિનિટ માટે તમે પ્લંક કે ફલકાસન મુદ્રામાં રહી શકતા નથી.  પણ તમે શરૂઆતમાં 1 મિનિટ રહેવુ જોઈએ. પછી ધીરે ધીરે તમે સમય વધારો અને તેને 5 મિનિટ સુધી લઈ જાવ.  ચિત્રમાં બતાવેલ સૌથી નીચેવાળુ ચિત્ર પ્લંક યોગાસન છે. તમે આ મુદ્રામાં પહેલા 10 સેકંડ પછી સમય  વધારતા એક મિનિટ સુધી સ્થિર રહો. ફરી ધીરે ધીરે તમે સમય વધારો અને તેને 5 મિનિટ સુધી લઈ જાવ.