આ આસનની અંતિમ અવસ્થામાં આપણા શરીરની આકૃતિ નૌકા જેવી દેખાય છે, આ જ કારણે આને નૌકાસન કહે છે.
વિધિ : પીઠના બળે ઉંધી જવાનુ હોય છે. એડી-પંજાને ભેગા મળેલા બંને હાથ બાજુમાં, હથેળીઓ જમીન પર અને ડોકને સીધી રાખવામાં આવે છે. હવે બંને પગ, ગરદન અને હાથને ધીરે ધીરે સમાનંતરે એક સાથે ઉપરની તરફ ઉઠાવવામાં આવે છે. છેલ્લી અવસ્થામાં આખા શરીરનુ વજન નિતંબ ઉપર રાખવુ જોઈએ.
સાવધાની - શરીરને ઉપર ઉઠાવતી વખતે બંને હાથ-પગના અંગૂઠા અને માથાનો ભાગ એક લાઈનમાં હોય. છેલ્લી અવસ્થામાં પગનો અંગૂઠો અને માથાનો ભાગ સીધા નથી આવતા તો ધીરે ધીરે અભ્યાસ કરીને પ્રયત્ન કરો. જેમણે સ્લિપ ડિસ્કની તકલીફ હોય તેમણે આ આસન ન કરવુ જોઈએ. મેરુદંડમાં કડકપણું કે પેટ સંબંધી ગંભીર રોગ હોય તો પણ આ આસન ન કરવુ.
W.D
લાભ - આ આસન કરવાથી પાચન ક્રિયામાં, નાના-મોટા આંતરડામાં લાભ મળ્યો છે. અંગૂઠાથી આંગળીઓ સુધી ખેંચાવ હોવાને કારણે શુધ્ધ લોહી તીવ્ર ગતિથી પ્રવાહિત થાય છે, જેનાથી શરીર નિરોગી બનેલુ રહે છે. હર્નિયા રોગમાં પણ આ આસન લાભદાયક માનવામાં આવ્યુ છે.