શનિવાર, 16 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. લગ્ન વિશેષાંક
  3. Wedding Special
Written By
Last Updated : સોમવાર, 21 માર્ચ 2016 (18:39 IST)

દુલ્હનની ભૂલ પર તમામ લોકો કરે છે દુલ્હનને કિસ

આમ તો લગ્નને એક એવું બંધન માનવામાં આવે છે જેમાં બે લોકો પારસ્પરિક પ્રેમ અને વિશ્વાસના સંબંધમાં બંધાય છે. પરંતુ લગ્નની વિધિની સાથે અમુક એવી વિચિત્ર પરંપરાઓ જોડાયેલી છે જેને જાણીને તમે હેરાન થઈ જશો, ઉદાહરણ તરીકે ભારતમાં જ લગ્નના સમયે દુલ્હનની બહેન પોતાના થનાર જીજાના ચંપલ ચોરી લે છે અને પૈસા આપતા તે પાછા આપે છે. તો જાણો આવી અનોખી પરંપરાઓ વિશે….

દુલ્હનની ભૂલ પર તમામ લોકો કરે છે દુલ્હનને કિસ
સ્વીડનમાં લગ્ન પછી રિસેપ્શન સમયે દુલ્હા અને દુલ્હન એક સાથે જમે છે. પરંતુ જમ્યા પછી ભૂલથી પણ દુલ્હા (વરરાજા)પહેલા ઉઠીને હાથ ધોવા ચાલ્યો ગયો તો, લગ્નમાં આવેલ તમામ પુરુષ મહેમાન દુલ્હનને કિસ કરે છે. પરંતુ જો દુલ્હન દુલ્હાથી પહેલા ઉઠીને હાથ ધોવા ચાલી જાય છે તો લગ્નમાં આવેલ તમામ મહિલા મહેમાન દુલ્હાને કિસ કરે છે.

ઝાડ સાથે પણ થાય છે લગ્ન
ભારતમાં માનવામાં આવે છે કે જો છોકરીની કુંડળીમાં માંગલિક દોષ હોય તો તે છોકરી લગ્ન પછી વિધવા બની જાય છે. આ દોષને ટાળવા માટે આવી છોકરીઓના લગ્ન પહેલા ઝાડ કે દેવ પ્રતિમાની સાથે કરાવવામાં આવે છે.