લેટેસ્ટ બ્રાઈડલ મેકઅપ ટ્રેંડસ
દરેક વેડિંગ સીઝનમાં ફેશનમાં ફેરફાર તો થાય જ છે. લહંગા હોય કે જ્વેલરી બધામાં નવીનતા આવી જાય છે. તો પછી બ્રાઈડલ મેકઅપના ટ્રેંડસમાં ફેરફાર જરૂરી છે. તો આવો જાણીએ લેટેસ્ટ બ્રાઈડલ મેકઅપ ટ્રેડસ વિશે.
એયરબ્રશ મેકઅપ - આ સ્પ્રે પેંટીંગની રીતે કામ કરે છે અને ખૂબ હળવા , ક્લીન અને એક જેવા ચેહરા પર લાગે છે . ઑટોમેટેકલી બ્લેંડ થઈ જવાને કારણે ચેહરા પર કોઈ પણ નિશાન નહી દેખાય છે. આ જ કારણ છે કે હાઈ ડેફિનેશન કેમરાથી ખેંચાયેલા ફોટામાં દુલ્હન બેદાગ અને નીખેરેલી જોવા મળે છે.
ફેંટેસી મેકઅપ- જો તમારા લગ્નની ક્ષણ નિકટ છે તો તમે ફેંટેસી મેકઅપ કરાવી શકો છો . હાથ પર મહેંદી અને બાજૂ પર જોડાના રંગથી મળતા ફેંટેસી મેકઅપ ખૂબ ખૂબસૂરત લાગે છે.
નેલ એક્સટેંશન અને આર્ટ - જો તમારા નખ નાના છે તો નેલ એક્સટેંશાન કરાવીને તમે જેટલા ચાહો તેટલી તેની લંબાઈ મેળવી શકો છો. એના સિવાય નાક પર નેલ આર્ટ , હીરા -મોતી કે કુંદન લગાવી શકો છો કે પછી પ્રાકૃતિક રીતે તાજા ફૂલ કે પાંદળીઓ ચોંટાડી શકો છો.
આઈલેશ એક્સટેંશન - આ સિવાય પલકો પર એક લેશ ચોંટાડી શકાય છે અને એનાથી દુલહનની પલકો ઘટ્ટ અને લાંબી દેખાય છે. આ કૃત્રિમ પલકો 15 દિવસ સુધી રહેશે. આથી તમારા હનીમૂન પર તમને મસકરા લગાવવાની જરૂર નહી પડે. અને આંખ પણ ખૂબસૂરત લાગશે.
પરમાનેંટ મેકઅપ - આ મેકઅપ 10 થી 12 વર્ષ સુધી જળવાય રહે છે અને તમને વારેઘડીએ મેકઅપ કરવાની જરૂર નહી પડે. ખાસ કરીને તમે તમારા હનીમૂન પર મેકઅપ વગર નેચરલ બ્યુટીફુલ દેખાશો. સાથે જ તમારો કીમતી સમય અને પૈસા બચશે.
હેયર એક્સટેંશન - પ્રાકૃતિક વાળ પર ફોલ્સ હેયર લગાડવાની કલા હેયર એક્સટેંશન કહેવાય છે. તમે જ્યારે ચાહો આ કલર્ડ ક્લિપઑનના ઉપયોગથી હેયર એક્સટેંશનને ક્યારે પણ લગાવી શકો છો.
હેયર એક્સસરીજ - વર્તમાન સમયમાં રેટ્રો લુક પછી બ્રાઈડલ ટ્રેંડસમાં છવાઈ ગયા છે. આથી તમે વાળને શણગારવા માટે ગુલાબ અને જેસમિનના ફૂલોના ઉપયોગ કરી શકો છો. સ્વરિસ્કી , મોતી અને બીજા નંગોથી જડિત એસેસરીજ દુલ્હનના લુક પર ચાર ચાંદ લગાવી શકાય છે.
હેયર ફાઈબર - આ ટેકનિકની અસર લગાડવાના 10 સેકંડ પછી જ નજર આવી જાય છે. આ તકનીકથી તમારા વાળ ઘના થઈ જશે અને તમે આત્મવિશ્વવાસ સાથે ક્યાંય પણ જઈ શકો છો.
પરમાનેંટ હેયર રિમૂવલ્ - ઈંટેસ પલ્સ લાઈટ એક પરમાનેંટ , સરળ અને સુરક્ષિત અને સ્કિન ફ્રેંડલી ટ્રીટમેંટ છે. જેથી શરીરના કોઈ પણ ભાગના એક્સ્ટ્રા વાળ જેમ કે નાક , અપરલિપ , ચિન , કાન આર્મ્સ પગ અને બિકની લાઈનના હેયર રિમૂવ થઈ જાય છે.