શનિવાર, 16 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. લગ્ન વિશેષાંક
  3. Wedding Special
Written By

શરીર મુજબ લગ્નના વસ્ત્રોની પસંદગી...

N.D
લગ્નના દિવસે આકર્ષક અને સુંદર દેખાવાની ઈચ્છા દરેકની હોય છે. એટલા માટે આ દિવસે ખાસ વસ્ત્રોની પસંદગી જરૂરી છે જેવા કે ચણિયાચોળી અને તે પણ ખાસ રંગ અને સ્ટાઈલિસ્ટ લુકમાં.

જો તે તમારા શરીરના રંગને અનુરૂપ અને બોડી શેપને અનુરૂપ હોય તો પછી કહેવું જ શું? ચાર ચાંદ લાગી જશે દુલ્હનની સુંદરતામાં...

* લગ્નના જોડાની ખરીદી કરતાં પહેલાં જરૂરી છે કે તમારા શરીરના રંગનું ધ્યાન રાખો.

* જો તમારી સ્કીન ગોરી હોય તો તમે કોઈ પણ રંગની પસંદગી કરી શકો છો. તે છતાં પણ સોફ્ટ પેસ્ટલ રંગ અને મિડ ટોન તમારી પર ખુબ જ સુંદર લાગશે. પીચ, પિંક, એક્વા, સોફ્ટ ગ્રીન અને આસમાની રંગ તમારા માટે પરફેક્ટ રહેશે. વધારે પડતાં ડાર્ક કલરની પસંદગી ન કરશો.

* જો તમારૂ ગોરાપણું થોડુક પીળાશ પડતું હોય તો ડીપ મેજંટા, બરગંડી, મૈટ ગોલ્ડની સાથે ચણિયાચોળી પહેરો. જો તમે વધારે પડતાં ગોરા હોય તો પેસ્ટલ અને હલ્કા રંગ ન પહેરશો આ તમારી ગોરી રંગતને ફીકી કરી દેશે.

* ઘઉંવર્ણો રંગ:- ઘઉંવર્ણા રંગની સુંદરતા ઈમરાલ્ડ ગ્રીન, રૂબી રેડ, બ્રાઈટ ઓરેંજ, રસ્ટ, ટરકોઈઝ અને નેવી બ્લ્યુથી વધારે નીખરી ઉઠશે. વધારે પડતાં હલ્કા રંગો અને પેસ્ટલ શેડ તમારી રંગતને ઉંડી બનાવે છે એટલા માટે તેનું ધ્યાન રાખતાં તમારા વસ્ત્રોની પસંદગી કરો.

* શ્યામ રંગને માટે બ્રાઈટ કલર્સ ઉપરના જેવા જ રહેશે. સનશાઈન યલો, ડાર્ક રેડ, બ્રાઈટ બ્લ્યુ રંગ તમારી ત્વચા પર ખુબ જ સુંદર લાગશે અને બેજ અને વ્હાઈટ પણ તમારી રંગતને નિખારી દેશે.

* બોડી શેપ :- વસ્ત્રોની પસંદગી કરતાં માત્ર તેના રંગને જ નહિ પણ તમારા શરીરના આકારને પણ ધ્યાનમાં રાખવો જરૂરી છે.

* નીચા કદવાળી છોકરીઓ માટે- ઓછી ઉંચાઈવાળી છોકરી તેમના વસ્ત્રોની સાથે કોઈ પણ પ્રકારનું એક્સપેરિમેંટ કરી શકે છે. દરેક નવા ટ્રેંડ અને સ્ટાઈલને અપનાવી શકે છે. તમે ઘેરદાર અને સ્લીમ બંને પ્રકારના લગ્નના જોડાની પસંદગી કરી શકો છો.

* ચોલીના રૂપમાં સ્ટ્રેપ, વન શોલ્ડર, ડીપ બેક તમારા માટે વધારે સારી રહેશે. પરંતુ જો તમે આની અંદર કમ્ફર્ટેબલ ન અનુભવતાં હોય તો ફુલ કે ફોર્થ સ્લીવ્સ પણ પહેરી શકો છો.

* ઉંચાઈ ઓછી હોવાને લીધે તમારે નાની અને પાતળી લાઈનવાળી પ્રિંટની પસંદગી કરવી જોઈએ. દુપટ્ટાને ફોલ્ડ કરીને ખભા સુધી તે રીતે નાંખો કે ઘુંટણ સુધી આવે અને પ્રિંટ ઉભી હોય. આ રીતે તમારી ઉંચાઈ વધારે લાંબી દેખાશે.

* પાતળી અને લાંબી છોકરીઓ માટે:- વધારે ઘેરવાળી ચણિયાચોળી પહેરો આ તમારા વ્યક્તિવ્યને સોફ્ટ લુક આપશે. લાંબી અને પાતળી છોકરીઓ કોઈ પણ પ્રકારના ફેબ્રિક પસંદ કરી શકે છે. તમારે લાંબી કુર્તી પહેરવી નહિ તેનાથી તમે વધારે લાંબા અને પાતળા દેખાશો.

* દુપટ્ટો બની શકે તેટલો લાંબો રાખો આ તમારા વ્યક્તિત્વને વધારે આકર્ષક બનાવશે. તમારી લંબાઈને વધારે આકર્ષક બનાવવા માટે શેડેડ ટોનનો ઉપયોગ કરી શકો છો. તમે ચોલી પર મોટી અને પહોળી વર્કવાળી બોર્ડર બનાવી શકો છો આ લાંબી કદવાળી છોકરીઓ પર વધારે સારી લાગે છે.