શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2016
Written By
Last Modified: શનિવાર, 29 ઑક્ટોબર 2016 (17:26 IST)

માસિક રાશિફળ નવેમ્બર 2016 - જાણો કેવો રહેશે નવેમ્બર મહિનો તમારે માટે

મેષ - આ મહિનામાં કેટલીક ભૂલ અજાણતા થઈ શકે છે. તો કેટલાક જોખમ ઉઠાવવાથી નુકશાન થઈ શકે છે.  જે પણ થશે તે આકસ્મિક રહેશે. જેવુ કે અચાંક ધન પ્રાપ્તિ. પૂર્વ પ્લાન વગર યાત્રા પર જવુ. અચાનક અતિથિઓનુ આગમન. વગેરેના યોગ છે. આમ તો સારી વાર એ છે કે રોકાયેલો પૈસો મળી શકે છે. નોકરીમાં પદોન્નતિ થઈ શકે છે.  વેપારમાં આમ તો પ્રગતિ થઈ શકે છે. જેની તમને જરાપણ આશા નહોતી. સંપર્કમાં ઝડપ લાવવા માટે તમે મોબાઈલને મહત્વપૂર્ણ હથિયાર સમજી શકો છો. અત્યાધુનિક સંચાર માધ્યમોનો લાભ મળશે. સામાજીક પ્રતિષ્ઠા વધશે. દાંપત્યજીવન સુખમય બની રહેશે. પ્રેમી યુગલમાં આત્મવિશ્વાસ વધશે. 
 
ભાગ્યશાળી અંક - 2 
ભાગ્યશાળી રંગ - ક્રીમ 
ઉપાય - રોજ સવારે સૂર્યને અર્ધ્ય આપો અને ગાયત્રી મંત્રનો જાપ કરો. 
 
વૃષભ - આ મહિનામાં ઋતુ ફેરફારને કારણે સ્વાસ્થ્યની ફરિયાદ રહી શકે છે. મોસમી રોગોના શિકાર થઈ શકો છો. પણ તેની અસર તમારા બીજા મોરચા પર કોઈ ખાસ નહી થાય. દિનચર્યા સામાન્ય રહેશે. એવુ કહો કે સુસ્તી કે થક પર તમે નિયંત્ર બનાવવામાં સફળ રહેશો. છતા પણ મહિનાનો મૂળમંત્ર ખાવા-પીવામાં ફેરફાર કે અનિયમિતતા પર નજર રાખવી પડશે.  કેરિયરમાં કે વેપારમાં ધાર્યા પરિણામની સુખદ સૂચના મહિનાના અંત સુધી મળી શકે છે.  પરિવારમાં ખુશીનુ વાતાવરણ રહેશે.  જીવનસાથી કે પ્રિયજની ભાવનાત્મક સંવેદનશીલતા તમારા પક્ષમાં રહેશે. પ્રોપર્ટી માટે પહેલ કરવાની તક મળશે. આવક વધી શકે છે. 
 
ભાગ્યશાળી અંક 1 
ભાગ્યશાળી રંગ - આછો લાલ 
ઉપાય - ગુરૂવારના દિવસે ગાયને પીળુ અન્ન ખવડાવો. જે ગોળ અને ચણાની દાળ પણ હોઈ શકે છે. 
 
મિથુન -  આ મહિનામાં તમે કારણ વગરના ખર્ચથી પરેશાન રહેશો. આર્થિક સ્થિતિને સુધારવા માટે કોઈની મદદની જરૂર પડશે.  તમારા નિકટના મિત્રોની મહેરબાનીથી તમે પ્રોફેશન કે પ્રોપર્ટીના મોરચે સફળતા મેળવી શકો છો. સ્વાસ્થ્ય સંબંધી ફરિયાદો દૂર થઈ જશે.  જો કે મહિનાના મધ્યમાં ખાવા પીવામાં ફેરફાર તમારા આરોગ્યને બગાડી શકે છે. કેરિયર કે વેપારમાં મનગમતુ પરિણામ મળે શકે છે.  જ્યારે તમે કાર્યક્ષેત્રમાં સહયોગાત્મક વલણ અપનાવશો.  તાલમેલથી પરિવારમાં ખુશીનુ વાતાવરણ રહેશે.  પણ તમારુ વ્યક્તિગત જીવન પ્રેમ કે રોમાંસ માટે તરસી શકે છે. જીવનસાથી કે પ્રિયજનનો વ્યવ્હાર કોઈ ગેરસમજને કારણે બદલાઈ શકે છે. 
 
ભાગ્યશાળી અંક - 21 
ભાગ્યશાળી રંગ - કેસરી 
ઉપાય - તમારા ઘર કે વેપારી સ્થાનના વચ્ચેના ભાગને ખાલી રાખો અને તમારા સહકર્મચારીઓનું ભાવનાત્મક સન્માન કરો. 
 
કર્ક - આ મહિનામાં સ્વાસ્થ્યમાં આંશિક ઉતાર-ચઢાવ રહી શકે છે. જેનાથી તમને મહિનાના બીજા અઠવાડિયા સુધી થાક કે સુસ્તીનો સામનો કરવો પડશે. જો કે કોઈ અસાધારણ રોગની ચિંતા કરવાની જરૂર નથી. આવકમાં વધારો થઈ શકે છે અને આવકના ઓછી થવાઅથી પરેશાની પણ થઈ શકે છે. દેનદારી મહિનાના ત્રીજા અઠવાડિયા સુધી ખતમ થઈ જશે. તેનો અર્થ એ નથી કે તમે મુસીબતમાં રહેશો. પ્રોફેશનમાં મળેલ સફળતાથી તમને ખુશી મળશે અને પ્રોપર્ટી માટે સારી અવસર મળી શકે છે.  રિસાયેલા જીવનસાથીને ભેટ વગેરેથી મનાવવાની કોશિશ પણ અપનાવી શકાય છે.   મહિનાનો મૂળમંત્ર પ્રેમને સહજ બનાવવાનો છે. 
 
ભાગ્યશાળી અંક - 2 
ભાગ્યશાળી રંગ - ઘટ્ટ ગુલાબી 
ઉપાય - રોજ સવારે ઉગતા સૂર્યને અર્ધ્ય આપો અને પક્ષીઓને દાણા નાખો અને ગાયને રોટલી ખવડાવો. 
 
 
સિંહ - જો તમને તમારી બૌદ્ધિકતા અને પ્રતિભાને પોતાનો મૂળમંત્ર બનાવી લીધો હોય તો પ્રોફેશનના મોરચે નવો પ્રયોગ કરવામાં સફળ રહેશો. તમારી તરક્કી પોતે જ નક્કી કરી શકો છો.  થોડા દિવસો પહેલા ઉભો થયેલો પારિવારિક મતભેદ ક્ષણિક હોઈ શકે છે. રોજબરોજના કાર્યો પર ધ્યાન આપવાની જરૂર છે. વ્યસ્તતા છતા તમારે અટકેલા કામકાજ સમય રહેતા પતાવવાની કોશિશ કરવી પડશે.  સારા સ્વાસ્થ્ય માટે ખૂબ યોગદાન મળશે. કાર્યક્ષેત્રમાં ઉર્જાવાન બન્યા રહેશો.  ધનલાભ થશે. રોકાયેલુ ધન પરત મળી શકે છે. ધાર્મિક અભિરૂચિ વધશે. તીર્થસ્થળો પર જઈ શકો છો. પ્રેમીઓ માટે શુભ સૂચના મળી શકે છે. દાંમ્પત્ય જીવન ખુશહાલ રહેશે. યાત્રા શુભ રહેશે. 
 
ભાગ્યશાળી અંક - 8 
ભાગ્યશાળી રંગ - પોપટ જેવો લીલો મ્રિશ્રિત પીળો 
ઉપાય - અવ્યવસ્થાની સમસ્યા દાન-પુણ્યથી દૂર થઈ શકે છે. ઘર કે કાર્યક્ષેત્રમાં અરાજક વાતાવરણને બદલવાની કોશિશ કરો. 
 
કન્યા - આ મહિનાનો મૂળમંત્ર સફળતા અને સક્રિયતા સાથે જોડાયેલો છે. કેરિયર કે વેપારના મામલે સ્થાન પરિવર્તનના યોગ છે. નવી યોજના પર કામ કરવાથી લાભનો માર્ગ પ્રશસ્ત થઈ શકે છે. આવક વધશે. પણ જરૂરી ખર્ચ પણ બન્યો રહેશે. બેકાબૂ રહેશે. પરિવારમાં બાપદાદાની જમીન મિલકતને લઈને તનાવ વધી શકેછે. કેટલાક સંબંધીઓ સાથે મતભેદ ઉભો થઈ શકે છે કે સંબંધ બગડી શકે છે. નવા લોકો સાથે મુલાકાત થતા તમને થોડી માનસિક રાહત મળી શકે છે. દાંપત્ય જીવન સુખમય બન્યુ રહેશે. યાત્રા પર જઈ શકો છો. પણ પ્રોપર્ટી માટે સમય અનુકૂળ નથી. સ્વાસ્થ્યને લઈને ચિંતા કરવાની જરૂર નથી. 
 
ભાગ્યશાળી અંક - 9 
ભાગ્યશાળી રંગ - મજેંટા 
ઉપાય - કાળા તલ શિયાળામાં પૌષ્ટિક અને શનિગ્રહનો પ્રકોપ ઓછો કરનારા માનવામાં આવે છે. પણ તેની ખરીદી શનિવારે ન કરો. 
 
તુલા - આ મહિને તમને આરોગ્ય સાથે કોઈ ફરિયાદ નહી રહે. પણ આહાર સેવનમાં અનિયમિતતાની અસર પડી શકે છે.  મહિનાના મધ્યમાં ભાગદોડ વધવાથી તમે થાકનો અનુભવ કરી શકો છો. મહિનાના પ્રથમ અઠવાડિયા પછી જ વધુ ધનલાભની આશા કરી શકો છો. પ્રોફેશનમાં ગતિશીલતા બનવાથી નવી યોજના પર કામ શરૂ થઈ શકે છે. નવા સ્ત્રોતથી આવકનુ સાધન વધશે.  પારિવારિક જવાબદારીઓને પૂરો ન કરવાનો અફસોસ રહેશે. કોઈ વડીલ સભ્યના સ્વાસ્થ્યની ચિંતા સતાવશે. જીવનયાપનની ભાગદોડ અને યાત્રાઓ છતા તમારો રોમાંસ ફીકો પડવાનો નથી. પ્રોપર્ટી માટે સમય યોગ્ય છે. જીવંતતાનો મૂળમંત્ર બનાવો. 
 
ભાગ્યશાળી અંક -  1 
ભાગ્યશાલી રંગ - ક્રીમ 
ઉપાય - ઘરમાં ફર્શની સફાઈ કરવા દરમિયાન થોડા મીઠાનો પણ ઉપયોગ કરો. અતિથિને ખાલી હાથ ન જવા દો. 
 
વૃશ્ચિક - આ મહિનામાં તમારા પ્રોફેશનને લઈને જરાપણ નિરાશ થવાની જરૂર નથી. કેરિયરને મજબૂત બનાવવાના પ્રક્રિયામાં શૈક્ષણિક મોર્ચા પર પાછળ પડી શકો છો. પણ ભૂલ સુધારની તક પણ મળી શકે છે. સારી નોકરી તમારી રહ જોઈ રહી છે. તમે બીજાની હાર અને પછી સંઘર્ષથી વિજેતા બનવાના નકશાકદમથી પ્રેરણા લઈ શકો છો. સ્વાસ્થ્યના મોરચે શ્રેષ્ઠ બન્યા રહેવા માટે સંતુલિત આહારના સેવન પર વિશેષ ધ્યાન આપવુ  પડશે. સંયમિત રહન-સહન તમારી તંદુરસ્તી વધારશે અને માનસિક શાંતિ પ્રદાન કરશે. તમારા પ્રિય સંગ ભાવનાત્મક સંવેદનાઓ પ્રદર્શિત કરવાની પ્રક્રિયા તમે માનસિક રૂપે  અનિર્ણયની સ્થિતિમાં આવી શકો છો.  યાત્રા કરવી પડશે. 
 
ભાગ્યશાળી અંક - 22 
ભાગ્યશાલી રંગ - ફિરોજી (રામા) 
ઉપાય - પીપળના જડમાં રોજ પાણી નાખો અને સાત વર પરિક્રમા કરો. 
 
ધનુ - આ મહિનો સ્વાસ્થ્યના હિસાબથી ખૂબ સારો છે.  આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. રોકાયેલો પૈસો મળી શકે છે. વેપાર કે નોકરીની પ્રક્રિયામાં યાત્રા પર જઈ શકો છો. તમે ઉર્જાવાન બન્યા રહેશો અને  પૂરી ક્ષમતા સાથે કામકાજને સહજતાથી નિપટાવી લેશો. છતા પણ તમારા પ્રોફેશનમાં મનોવાંછિત ફેરફાર નહી થાય. મહિનનાઅ અંતિમ સપ્તાહમાં નાની-મોટી યાત્રા કરવી પડી શકે છે. ધનલાભ થશે. દાંપત્ય માં જીવનસાથીની સાથે વૈચારિક મતભેદ દૂર થઈ જશે. પરિવારમાં સંબંધોને લઈને કેટલીક ખટાશ ઉભી થઈ શકે છે. તીર્થ પર જવાની યોજના બનાવી શકો છો. મૂળમંત્ર અધ્યાત્મમાં રૂચિ થઈ શકે છે. 
 
ભાગ્યશાળી અંક - 1 
ભાગ્યશાળી રંગ - મરૂણ 
ઉપાય - સવારે સૂર્યોદય પહેલા નદીના વહેતા પાણીમાં દીપદાન કરો. 
 
 
મકર - આ મહિનામાં તમને ભલે પ્રોફેશનમાં અવરોધનો સામનો કરવો પડે પણ કેરિયર કે વેપારમાં વિકાસની શક્યતા છે. નિકટના મિત્રનો સહયોગ મહત્વપૂર્ણ સાબિત થશે. બૌદ્ધિક ક્ષમતા અને સૂઝબૂઝ કામ આવશે અને વેપારમાં જરૂર સુધાર થઈ શકે છે. આવક વધશે. મહિનાના મધ્ય સુધી રોકાયેલો પૈસો મળી શકે છે. પારિવારિક જરૂરિયાતો પૂરી કરી  લેશો. પ્રેમ સંબંધના મામલે સમય ખૂબ અનુકૂળ છે. પ્રેમીઓને એકબીજા પર વિશ્વાસ વધશે.   તેમને કોઈ શુભ સમાચાર પણ મળી શકે છે. મહિનાનો મૂળ મંત્ર ધૈર્યમાં છિપાયેલો છે. જેને દરેક કિમંત પર અપનાવવો જોઈએ. પ્રોપર્ટી માટે કોઈ મિત્રની મદદથી કામ બની શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે. 
ભાગ્યશાળી અંક - 11 
ભાગ્યશાળી રંગ - સફેદ 
ઉપાય - દર શનિવારની સાંજે પીપળમાં પાણી નાખો અને સરસવના તેલનો દીવો પ્રગટાવો. 
 
કુંભ - આ મહિનામાં થોડા કડવા અનુભવોના દોરમાંથી ગુજરવુ પડી શકે છે. બદલાયેલી પરિસ્થિતિયો સામે લડવા માટે હિમંત એકત્ર કરવી પડશે. આત્મબળને બનાવી રાખવો પડશે. તમારી સક્રિયતાને મૂળમંત્ર માનતા કાર્યક્ષેત્રમાં લાગ્યા રહેવુ પડશે.  માહિનાના મધ્ય પછી આર્થિક મોરચા પર મજબૂતી આવી શકે છે.  કેરિયરને આગળ વધારવામાં સફળતા મળશે. ઘરેલુ મામલામાં બધી વાતોનો ખ્યાલ રાખવો આવશ્યક રહેશે. મહિનાના અંતિમ દિવસોમાં પ્રોફેશનમાં સારી સફળતા મળી શકે છે.  પ્રેમ સંબંધને લઈને ઉહાપોહની સ્થિતિ બની શકે છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. યાત્રા પર જવાની શક્યતા છે. નકારાત્મક પ્રભાવની અસર તમારા કામકાજ પર પડી શકે છે. 
 
ભાગ્યશાળી અંક - 8 
ભાગ્યશાળી રંગ - ગુલાબી 
ઉપાય - દર સોમવારે ભગવાન શિવની આરાધના કરતા શિવલિંગનો જળાભિષેક કરો અને ગરીબ કન્યાને ભોજન કરાવો. 
 
મીન - મળતાવડા અસરવાળા આ મહિનામાં તમને સફળતાઓ અને ખુશીઓ તમારી રાહ જોશે. વિસરાયેલા સંબંધીઓ સાથે આકસ્મિક મુલાકાત થઈ શકે છે. જીવનસાથી સાથે રોમાંસ ભરેલી ક્ષણો ગાળવાની તક મળી શકે છે. સૈર સપાટાની યોજનાઓ બની શકે છે.  પ્રેમની પ્રગાઢતા વધશે. પ્રોપર્ટીના મામલામાં તમને કોઈ માહિતગાર સાથે સલાહ લેવી જોઈએ.  જો કે આ મહિનામાં ધંધાર્થી પર તમારુ પ્રદર્શન સાધારણ જ રહેવાનુ છે. તમે ભલે કેટલી પણ કોશિશ કરી લો તેના સરેરાશમાં ઓછી સફળતા મળશે. 
 
જીવનશૈલીમાં સુધાર થશે. મૂળમંત્ર એ છે કે કિસ્મતથી વધુ કર્મ પર વિશ્વાસ કરતા આધુનિક સંચાર માધ્યમોનો ઉપયોગ કરો. સ્વાસ્થ્યની અનદેખી થઈ શકે છે. 
 
ભાગ્યશાળી અંક - 12 
ભાગ્યશાળી રંગ - આસમાની નીલો 
ઉપાય - સાત શુક્રવારે પાંચ નાની કન્યાઓને ગળ્યુ ભોજન કરાવો અને કોઈ ભેટ આપો.