શનિવાર, 26 ઑક્ટોબર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 10 નવેમ્બર 2016 (15:33 IST)

વધુ ખાશો આ આહાર તો ઝડપથી ખરી જશે તમારા વાળ

પોતાના વાળને સુંદર અને લાંબા બનાવવા માટે તમે શુ શુ નથી કરતા પણ તમે બે મોઢાવાળા વાળ, હેયરફૉલ જેવી પરેશાનીથી ધેરાયેલા રહો છો. અમે તમારી માહિતી માટે બતાવી દઈએ કે તમારા આહારમાં કંઈક ફુડ એવા હોય છે જેને ખાવાથી બ્લડમાં બાયોટિનની કમી થવા માંડે છે અને બ્લડ સર્કુલેશન ઓછુ થવા લાગે છે. જેને ખાવાથી વાળમાં ઝડપથી હેયરફૉલની સમસ્યા થાય છે. જો તમે આ ફુડ્સને એવોઈડ કરશો તો તેનાથી વાળ ખરવા ઓછા થશે અને વાળ કાળા પણ થશે. આવો જાણીએ એ કયુ ફુડ છે જેને ખાવાથી હેયરફૉલ દૂર થશે. 
 
1. ખાંડ - ખાંડ ખાવાથી આપણુ બ્લડ શુગર લેવલ વધી જાય છે. જેનાથી હેયર ફૉલિકલ્સ સંકોચાવવા માંડે છે અને વાળ પણ ખરવા માંડે છે. 
 
2. કોલ્ડ ડ્રિંક - કોલ્ડ ડ્રિંકનુ સેવન વધુ ન કરવુ જોઈએ. કારણ કે તેમા આર્ટિફિશિયલ સ્વીટનર હોય છે જે હેયરફૉલની પ્રોબ્લેમ વધારે છે. 
 
3. ફાસ્ટ ફૂડ - ફાસ્ટ ફૂડનુ સેવન પણ ન કરવુ જોઈએ. કારણ કે તેમા ફેટની માત્રા વધુ હોય છે. જેનાથી સ્કૈલ્પની સ્કિનના પોર્સ બંધ તહી જાય છે અને વાળ પણ ઝડપથી ખરે છે. 
 
4. બટાકા - બટાકામાં સ્ટાર્ચની માત્રા વધુ હોય છે. જેનાથી ઈંસુલિન લેવલ વધે છે અને વાળમાં વધુ હેયરફૉલ થાય છે. 
 
પિઝ્ઝા - પિજ્જા ખાવાથી બ્લડ શુગર લેવલ વધે છે. જેનાથી હેયર ફૉલિકલ્સ સંકોચાય છે અને વાળ પણ ખરવા માંડે છે. 
 
6. આલ્કોહોલ - આલ્કોહોલ પીવાથી બોડીમાં ઝિંકનો અબ્જૉર્બશન સ્લો થઈ જાય છે. જેનાથી હેયરફૉલ વધુ થાય છે.