મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન
Written By ભાષા|

'બેકસીટ'પર બેઠેલા મોદી ચર્ચામાં 'ફ્રંટ સીટ'

ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં નમોની બોલબાલા

ND
N.D
ભાજપાની રાષ્ટ્રીય પરિષદ પર કાલથી નરેન્દ્ર મોદીની જે બોલબાલા છવાયેલી તેની એક ઝલક આજે પણ જોવા મળી. ભલે જ ગુજરાતના મુખ્યમંત્રી વ્યાસપીઠ પર બાકી મુખ્ય નેતાઓની તુલનામાં 'બેકસીટ' પર બેઠા હતાં પરંતુ ચર્ચામાં તો તે 'ફ્રંટ' પર જ રહ્યાં હતાં.

ભાજપાની રાષ્ટ્રીય પરિષદમાં આજે વ્યાસપીઠ પર મોદીને પ્રથમ લાઈનમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. તેમના બદલે દ્રિતીય શ્રેણીના નેતાઓ આજે પ્રથમ લાઈનમાં બેઠા હતાં. તેમ છતાં પણ સમગ્ર ચર્ચામાં નમો જ છવાયેલા રહ્યાં.

ગડકરીએ પોતાના ભાષણમાં તેમનો સસન્માન ઉલ્લેખ કર્યો. ગડકરી દ્વારા ' દેશમાં જો સૌથી વિકસિત રાજ્ય હોય તો તે ગુજરાત છે અને તેની પાછળ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું મહત્વપૂર્ણ યોગદાન છે' એમ કહેવામાં આવતાની સાથે જ ત્યાં ઉપસ્થિત લોકોએ મોદીને તાળીઓથી વધાવી લીધા. ગડકરી પોતાના સમગ્ર ભાષણમાં અન્ય મુખ્યમંત્રીઓની પણ પ્રશંસા કરી રહ્યાં હતાં પરંતુ મોદી વિષે તે સૌથી વધુ બોલ્યાં.

મોંઘવારીના મુદ્દા પર મોદીએ કેન્દ્રની સરકારે કેવી રીતે આડે હાથ લીધી તેનો ઉલ્લેખ પણ ગડકરીએ ખુબ આદરતાપૂર્વક કર્યો. મોદીને તે 'મોદીભાઈ' કહીને બોલાવી રહ્યાં હતાં

રાષ્ટ્રીય પરિષદની બહાર પણ મોદીની બોલબાલા હતીં. પરિષદની બહાર મોદીના ગુજરાતથી આવેલા કાર્યકરો એક થેલીમાં ગુજરાત વિષે એક કિટનું લોકોને નિ:શુલ્ક વિતરણ કરી રહ્યાં હતાં જેમાં એક થેલીની સાથે એક સીડી અને અમુક પુસ્તકો પણ હતાં.

મોદીએ ઘણી ચતુરાઈથી ગુજરાતની પ્રગતિનું ચિત્ર દેશના તમામ ભાગોથી આવેલા લોકો સુધી રાખવાનો પ્રયત્ન કર્યો જે નિશ્વિત રીતે પ્રશંસાપાત્ર રહ્યું.