જોનને 15 દિવસની જેલ

ભાષા|

IFM
અભિનેતા અબ્રાહમને 15 દિવસની જેલની સજા સંભળાવવામાં આવી છે. મુંબઈના બાદ્રા ન્યાયલેય તેમને રોડ અકસ્માતના એક કેસમાં આ સજા સંભળાવી છે. જોન પર 15સો રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. તાજેતરમાં જોનને ન્યાયાલયમાંથી જમાનત મળી ગઈ છે.

જોને 2006માં ખ્કારમાં એક સાઈકલ સવારને ટક્કર મારી હતી. આ બાબતે આજે કોર્ટે તેમને આ સજા સંભળાવી. જોન પર 15 સો રૂપિઇયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. નિર્ણય સમયે જોન કોર્ટમાં જ હાજર હતા.

જોનને આ સજા 9 એપ્રિલ 2006ની ઘટના માટે મળી, જેમા તેમની યામાહા બાઈકે સવારે રોડ પર સાઈકલ ચલાવી રહેલ યુવકને ટક્કર મારી દીધી હતી. જોન એ સમયે ગ્લેડરૈગ્સ મેગા મોડલ અને મૈનહંટ કોંટેસ્ટમાં ભાગ લઈને પરત ફરી રહ્યા હતા. જોનની બાઈકે અચાનક નિયંત્રણ ગુમાવતા આ ઘટના થઈ.
ઘટનામાં જોન એક અન્ય સાઈકલ સવાર સાથે જઈ અથડાયા, જ્યાર બાદ બંને ઘાયલ યુવકોને બાંદ્રાના ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે કે જોનને મુંબઈની હાઈ પ્રોફાઈલ લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હત્રા. આ પછી જોન પર બેદરકારી અને નિષ્કાળજી પૂર્વક ડ્રાઈવિંગ કરવાની ધારા લગાવી હતી.


આ પણ વાંચો :