તારે જમીન પર કલાકારો આસમાનમાં
આમિર ખાને ફિલ્મ 'તારે જમી પર' નિર્દેશિત કરી તારાઓને જમીન પર લાવી દીધા, પણ પોતે આસમાન પર જઈને કલાકારની જેમ ઝગમગાવા લાગ્યા. જમીનથી ઉપર ઉઠતા જ માણસ પોતાને સર્વોત્તમ સમજવા લાગે છે. જેવુ આમિર ખાને કર્યુ. તેમણે પોતાને નંબર વન બતાવતા કહ્યુ કે શાહરૂખને સલાહ આપી કે પોતાને નંબર ટૂ માની લે. શાહરૂખે પોતાના નિવેદનમાં આમિર ખાનને પોતાનાથી સારા સ્વીકારતા પોતાને નંબર બે માની લીધા. સાથે જ આ પણ કહ્યુ કે તેમની પત્ની ગૌરી આમિરની ખૂબ જ મોટી પ્રશંસક છે, તેથી તેઓ કોઈ પણ વિવાદને હવા નથી આપવા માંગતા.
પ્રભુતા અને સફળતાના મળવાથી વ્યક્તિનુ જમીનથી બે ઈંચ ઉપર ઉઠીને હવામાં ચાલવા માંડવુ એ દુનિયાનો નિયમ છે. ફિલ્મ-વર્લ્ડ તો એવો જ ગ્લેમર, પૈસા, પ્રસિધ્ધિથી ભરેલો હોય છે. આના નશામાં આમિર જેવો સમજદાર અને ઓછો બોલનારો કલાકાર સાર્વજનિક રીતે પોતાને નંબર વન જાહેર કરે છે તો એમા કોઈ આશ્વર્ય નથી. આવુ કહીને તેમણે એક તીરથી બે શિકાર કર્યા છે. પોતાને નંબર વન, શાહરૂકને નંબર ટૂ કહ્યા બાદ અમિતાભ બચ્ચન જેવા સુપર સિતારાનુ પત્તુ પણ કાપી નાખ્યુ છે. અમિતાભ વચ્ચે નથી, તેથી શાહરૂખે ઉતાવળમાં પોતાને નંબર ટૂ સ્વીકારવામાં જરાપણ મોડુ ન કર્યુ. બોલીવુડમાં નંબર વનની હરિફાઈ પાંચમા દશકથી ચાલી આવી છે. જ્યારે અશોક કુમાર એકલા સફળતાની ધ્વજા લહેરાવી રહ્યા હતા, ત્યારબાદ તેમને ત્રિદેવ - દિલીપ કુમાર,દેવ આનંદ, રાજ કપૂર મળ્યા.