1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

ફિલ્મોમાં બોલ્ડ અને સેક્સી ફિલ્મો નહી કરુ - નેહા શર્મા ( Neha Shrma )

P.R

ફૂંક ફિલ્મ દ્વારા ચર્ચા જગાવનાર અભિનેત્રી નેહા શર્મા કહે છે કે તે સેક્સી સીન કરવાને લઈને હંમેશા વાંધો ધરાવે છે. જો કે તેણે કહ્યુ કે ફિલ્મની પટકથા મુજબ તે કામ કરવામાં ક્યારેય આનાકાની નહી કરે. ફૂંક ફિલ્મમાં નેહા શર્માએ ઘણા સેક્સી સીન આપ્યા હતા હવે જયંતભાઈ કી લવ સ્ટોરીમાં તે વિવેક ઓબેરોય સાથે નજરે પડી રહી છે. પ્રથમ વખત આ ફિલ્મમાં પણ સેક્સી સીન કરી રહી છે. તેનુ કહેવુ છે કે આ ફિલ્મ બાદ તે કોઈપણ પ્રકારના બોલ્ડ સીન કરશે નહી.

25 વર્ષીય અભિનેત્રીએ કહ્યુ છે કે ભવિષ્યમાં તે કોઈપણ બોલ્ડ સીન નહી કરે. કારણ કે તે આવા સીન કરવામાં ખચકાટ અનુભવે છે. નેહાએ આવુ કહીને દરેકને ચોંકાવી દીધા છે, કારણ કે આધુનિક સમયમાં નવી અભિનેત્રીઓ કોઈપણ પ્રકારના સીન કરવા તૈયાર હોય છે. જેથી સ્પર્ધામાં ટકી રહેવા માટે તેની મુશ્કેલીઓ વધશે. નેહાના કહેવા મુજબ નવી ફિલ્મમાં કોઈપણ સેક્સી સીન ઉમેરવામાં આવ્યા નથી. પટકથા મુજબ કેટલાક સીન રાખવામાં આવ્યા છે. નવી ફિલ્મમાં તે સીમરન નામની યુવતીની ભૂમિકા ભજવી રહી છે. પોતાના સ્વપ્ન પૂરા કરવા તે મુંબઈ આવે છે. ફિલ્મમા વિવેક એક ગેંગસ્ટરની ભૂમિકામાં છે.

ફૂંક, તેરી મેરી કહાની બાદ તે આ ફિલ્મને લઈને પણ આશાવાદી છે. ક્યા સુપર કુલ હૈ હમમાં પણ નેહાની ભૂમિકા હતી. તેની આ ચોથી ફિલ્મ છે. તેનુ કહેવુ છે કે તે એક સમયે બોલીવુડ સાથે છેડો ફાડી લેવાનું પણ વિચારી રહી હતી. પણ હવે પરિવારની મદદથી તે ફિલ્મોમાં ભૂમિકા મેળવી રહી છે.