રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 24 જૂન 2017 (16:30 IST)

'Jagga Jasoos': ફિલ્મનુ ત્રીજુ અને અત્યાર સુધીનુ બેસ્ટ ગીત 'ઝુમરીતલૈયા' ... રજુ

જગ્ગા જાસૂસના મેકર્સએ શુક્રવારે ફિલ્મનુ ત્રીજુ ગીત ઝુમરીતલૈય્યા રજુ કરી દીધુ. આ ગીત તમને સંપૂર્ણ રીતે બીજી દુનિયામાં લઈ જાય છે. એ દુનિયા જ્યા તમે દરેક નાની-નાની ઝીણવટ પર પણ નજર નાખો છો. 
 
 
ગીતમાં રણબીર અને કેટરીનાની કેમિસ્ટ્રી પહેલા ગીતની તુલનામાં ખૂબ જ સારી લાગી રહી છે. ગીતમાં ઈંડિયાના નોર્થ ઈસ્ટ વિસ્તારની સુંદરતાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે.  ગીત સાંભળતા જ તમે ક્યારે ગીત સાથે જોડાવવા માંડશો તેનો તમને અંદાજ પણ નહી આવે અને એ માટે ગીત સાથે રણબીર અને કેટરીનાની જોડીને પણ ક્રેડિટ જાય છે. 
 
ગીતના બોલ નિલેશ મિશ્રાએ લખ્યા છે. ગીતમાં અવાજ છે અરિજીત સિંહ અને મોહન કનનનો અને સંગીતથી સજાવ્યુ છે સંગીતકાર પ્રીતમે. 
આ ઉપરાંત ગીતની એક વધુ ખાસ વાત એ છે કે ગીત લિરિક્સ સાથે જોડાયેલુ છે. ગીતના મુખડામાં જે ઝુમરી તલૈયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે હકીકતમાં એ સ્થાન ઝારખંડના કોડરમા જીલ્લાનો એક કસ્બો છે.  જેને આખા દેશમાં અહીના રેડિયો શ્રોતાઓને કારણે ઓળખવામાં આવે છે.  તમે પણ જો પહેલાના જમાનામાં એક આજે પણ વિવિધ ભારતી સાંભળો છો તો આજે પણ અનેક કાર્યક્રમોમાં ઝુમરીતલૈયાનો ઉલ્લેખ મળી જશે.