શનિવાર, 26 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 19 એપ્રિલ 2016 (16:19 IST)

"ધ જંગલ બુક" - કેમ આપણે આજે પણ આ ફિલ્મના દિવાના છીએ... ?

જંગલ જંગલ બાત ચલી હૈ પતા ચલા હૈ.. તૂ રુ રુ રુ.. અરે ચડ્ડી પહન કે ફૂલ ખિલા હૈ ફૂલ ખિલા હૈ 
 
એ  પણ એક સમય હતો જ્યારે એક અઠવાડિયાની રાહ જોવી એક વર્ષ જેટલો લાંબો સમય લાગતો હતો. રવિવારની સવારે 90ના દસકાના બાળકો માટે ખુશીયોની ઋતુ લાવતી હતી. સૌ આતુરતાથી રાહ જોતા હતા કે તેમનો શ્યામ મિત્ર ક્યારે ચોટલી બાંધીને પીળી ચડ્ડીમાં પોતાના મિત્રો સાથે આવશે. અને પપ્પૂ, બગીરા અને રીંછ સાથે સૌને ખુશ કરીને જશે..  બાળકોમાં શેર ખાન પણ એટલો જ પ્રિય હતો...
 
આ વર્ષે #આયરન મૈનના નિર્દેશક, Jon Favreau આપણે માટે ફરીથી લાવ્યા છે મોગલીનો જાદૂ. અંગ્રેજી ફિલ્મ ધ જંગલ બુક ની સાથે. 90ના દસકાના બાળકો માટે મોગલીને ફરીથી જોવો એક સપના જેવુ છે. 
 
પણ શુ કારણ છે કે આપણે 90માં જન્મેલા લોકો.. જંગલ બુકને આટલો પ્રેમ કરીએ છીએ ?
 
1. દૂરદર્શન પર જંગલ બુક હિન્દીમાં આવતી હતી અને આ જ કારણે તે સૌથી વધુ લોકપ્રિય થઈ. ખાસ કરીને ભારત અને તેના પ્રાદેશિક દેશોમાં.. દરેક પાત્ર હિન્દી અને ઉર્દૂમાં વાત કરતુ હતુ. તેનાથી દર્શકો તેની સાથે જોડાતા ગયા. 
 
2. જંગલ બુક પુસ્તક ભારતના વાતાવરણને ધ્યાનમાં રાખીને લખવામાં આવી છે. રુડયાર્ડ કિપલિંગ જંગલના જીવનથી પ્રેરિત થઈને આ પુસ્તક લખે છે.  તેના બધા પાત્રોના નામ ભારતીય છે. ભાલૂ, શેર ખાન, મોગલી અને બગીરા બધા નામ ભારતીય છે. 
 
3. 90ના દસકામાં ટેબલ કે ડિશ ટીવી નહોતા. ઘણા બધા ચેનલ્સ પણ નહોતા. ફક્ત દૂરદર્શન અને મેટ્રો ચેનલ જ ટીવી પર આવતા હતા. તેથી કોઈપણ પોગ્રામ જે આપણને ગમતો તે જ આપણા જીવનનો એક ભાગ બની જતો. તેથી શક્તિમાન, ચન્દ્રકાન્તા, મહાભારત જેવા શો ખૂબ ફેમસ થયા નએ બાળકો જેમને કાર્ટૂન પસંદ હતા તેમને માટે મોગલી જ સર્વશ્રેષ્ઠ બની ગયુ. 
 
4. કાર્ટૂન મતલબ એનીમેશન ધીરે ધીરે વધી રહ્યુ હતુ. અમે આશ્ચર્ય ચકિત હતા કે પશુ પણ વાત કરી રહ્યા છે.  અમને ખબર હતી કે વાઘ ગર્જના કરે છે અને ગાય ભાંભરે છે. પણ જંગલ બુકમાં બધા પશુ માણસોની જેમ બોલી રહ્યા હતા અને અમે બાળકો ચોકીને જોતા હતા કે આ કેવી રીતે શક્ય છે.  સન 2000 પછી જન્મેલ વ્યક્તિ આ વિશેષ અનુભૂતિને ક્યારેય નહી સમજી શકે. 
 
5. આપણી દાદી નાની આપણને વાર્તા સંભળાવતી હતી કે બાળકોને ખૂંખાર જાનવરો ઉઠાવીને લઈ જાય છે જેથી આપણે જંગલી જીવોથી ગભરાઈએ અને તેમનાથી સાવધ રહેતા શીખીએ. પણ જંગલ બુકે પહેલીવાર બતાવ્ય કે જાનવરોમાં પણ લાગણી હોય છે અને તેઓ પણ આપણા મિત્ર બની શકે છે.  આ વાત બાળકોને ગમી ગઈ. 
 
6. આજે પણ જ્યારે આપણે ક્યાક ચડ્ડી પહન કે ફૂલ ખિલા હૈ ગીત સાંભળીએ છીએ તો એક વાર ફરી એ યાદો મગજમાં દોડી આવે છે.  એ રવિવારનો દિવસ, એ આળસુ બપોર, જ્યારે હોમવર્કનો મતલબ હતો રંગોના નામ બતાવો કે પછી 1 થી 5ની ગણતરી કરવી. તેથી જ્યારે અંગેજી જંગલ બુકનો પ્રોમો પહેલીવાર ટીવી પર આવ્યો તો 90ના દસકાના બાળકો ઉછળી પડ્યા. 
 
આપણે બધા આપણ સુખના દિવસોને વારે ઘડીએ જીવવા માંગીએ છીએ. બાળપણ તો રહ્યુ નથી પણ તેની યાદોથી ખુદને ખુશ કરવા માંગીએ છીએ.  જંગલ બુક હિન્દીમાં ડબ થઈ છે... મતલબ ફરીથી નાના પાટેકર અને ઓમપુરીજી અને અવાજનો જાદુ આપણા કાનોમાં પડશે... 
 
જંગલ બુક ફક્ત એક સિનેમા જ નહી પણ આપણું બાળપણ છે.... 


(વીડિયો સાભાર - યૂટ્યુબ)