મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 7 જુલાઈ 2021 (09:36 IST)

માન સમ્માનના મહાનાયક દિલિપ કુમાર

આજે મોટા ભાગના લોકોને તે વાત પર આશ્ચર્ય થાય છે કે આ મહાનાયકે આટલી ઓછી ફિલ્મો જ કેમ કરી છે. પરંતુ તેનો ઉત્તર છે કે દિલીપ કુમારે હંમેશા પોતાની ઈમેજનું ધ્યાન રાખ્યું અને તેના અભિનય સ્તરને ક્યારેય પણ નીચે પડવા નથી દિધું. એટલા માટે આજે પણ તેઓ અભિનયના પારસમણિ બનેલા છે, જ્યારે કે ધૂમ-ધડાકાની સાથે ન જાણે કેટલાયે સુપર સ્ટાર આવ્યાં અને આવીને ચાલ્યાં ગયાં. દિલીપ કુમારે અભિનયના માધ્યમથી રાષ્ટ્રની જે સેવા કરી, તે માટે ભારત સરકારે તેમને 1991માં પદમ ભુષણની ઉપાધિથી સન્માનિત કર્યા હતાં અને 1995માં ફિલ્મનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સમ્માન 'દાદા સાહેબ ફાળકે એવોર્ડ' પણ પ્રદાન કર્યો.
 
પાકિસ્તાન સરકારે પણ તેમને 1997માં 'નિશાન-એ-ઈમ્તિયાઝ' થી સન્મામિત કર્યા હતાં, જે પાકિસ્તાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. 1953માં ફિલ્મ ફેયરના પુરસ્કારોના શ્રીગણેશની સાથે દિલીપ કુમારને ફિલ્મ 'દાગ' માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર આપ્યો હતો. પોતાના જીવનકાળ દરમિયાન દિલીપ કુમારે કુલ આઠ વખત ફિલ્મ ફેયર પાસેથી સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મેળવ્યો છે અને આ એક કિર્તીમાન છે જેને હજી સુધી કોઈ જ તોડી શક્યું નથી. છેલ્લી વખત તેમને સન 1982માં ફિલ્મ 'શક્તિ' માટે આ ઈનામ મળ્યું હતું. ફિલ્મ ફેયર માટે જે છ અન્ય ફિલ્મો માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર આપવામાં આવ્યો છે તે છે- આઝાદ (1955), દેવદાસ (1956), નયા દૌર (1957), કોહિનુર (1960), લીડર (1964) તેમજ રામ અને શ્યામ (1967). 1997માં તેમને ભારતીય સિનેમાની અંદર બહુમૂલ્ય યોગદાન આપવા માટે એન.ટી.રામારાવ એવોર્ડ આપવામાં આવ્યો હતો, જ્યારે કે 1998માં સમાજ કલ્યાણના ક્ષેત્રે યોગદાન માટે રામનાથ ગોયનકા એવોર્ડ આપવામાં આવ્યો હતો.