રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 27 ઑક્ટોબર 2022 (09:08 IST)

શાહરૂખ ખાનના બોડીગાર્ડનો પગાર સાંભળીને દંગ રહી જશો, દરેક વખતે પરિવારની સુરક્ષા માટે હોય છે તૈયાર

shahrukh khan
દરેક બાજુ શાહરૂખ ખાનની ચર્ચા થઈ રહી છે. આવામાં શાહરૂખ ખાનના ઘર ગાડી બંગલા નોકર અને પર્સનલ વસ્તુઓ જનતાની આગળ સામે આવી ગઈ છે. વધુ માહિતી માટે બતાવી દઈએ કે જેટલા પણ બોલીવુડ સ્ટાર્સ હોય છે. તેના જે બોડીગાર્ડ હોય છે તેમનો પગાર કરોડો રૂપિયા સુધીનો  હોય છે. 
 
આવામાં આ લોકો તેમને પોતાના જીવથી વધુ પ્રોટેક્શન આપે છે. આજે અમે તમને શાહરૂખના બોડીગાર્ડ સંજય સિંહના પગાર વિશે બતાવીશુ જેઓ તેમને  10 વર્ષથી પ્રોટેક્શન આપી રહ્યા છે. આટલુ જ નહી પણ જયા ક્યા પણ જવાનુ હોય છે ત્યા રવિ સિંહ, શાહરૂખ ખાનની સંપૂર્ણ વ્યવસ્થા સભાળી લે છે.  આવામાં તેઓ 2.5 કરોડ રૂપિયા વાર્ષિક શાહરૂખ ખાન પાસેથી લે છે. 
 
ફક્ત શાહરૂખ ખાન જ નહી પણ તેમનો પૂરા પરિવારમાંથી કોઈપણ વ્યક્તિ જો કોઈ એયરપોર્ટ કે બસ સ્ટેંડ કે પછી ક્યા ફરવા જઈ રહ્યા છે તો તેની માહિતી રવિ સિંહને પહેલાથી જ રહે છે. રવિ સિંહ શાહરૂખ ખાનના સમગ્ર પરિવાર પર કોઈપણ પ્રકારની આંચ આવવા દેતા નથી. 
 
વર્ષ 2014 માં રવિ સિંહ વિવાદોમાં આવી ગયા હતા. ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાનના ઉપર ખૂબ મોટી ભીડ તૂટી પડી હતી, જેને હટાવવા માટે રવિએ સંપૂર્ણ પ્રયાસ કર્યો, જે દરમિયાન 1 યુવતી પર તેનો  હાથ વાગી ગયો. એ સમયે ખૂબ બબાલ થઈ ગઈ હતી. જો આજના સમયની વાત કરીએ તો શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને કારણે સમગ્ર મન્નત બંગલામાં માતમ છવાય ગયો હતો કારણ કે તેમનો પુત્ર ડ્રગ્સના મામલે જેલમાં બંધ હતો. 26 દિવસ પછી જયારે આર્યનનો પુત્ર ઘરે આવવાનો હતો ત્યારે મીડિયા અને ચાહકોના ટોળેટોળા ત્યા એકત્ર થઈ ગયા હતા ત્યારે પણ શાહરૂખના બોર્ડીગાર્ડ રવિ સિંહે જ તેને ઘરે લાવવાની જવાબદારી સંભાળી હતી.