રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ચંદ્રયાન-3
Written By
Last Modified: શુક્રવાર, 25 ઑગસ્ટ 2023 (12:32 IST)

લૈંડર પરથી ચંદ્રની સપાટી પર આવી રીતે ઉતર્યુ પ્રજ્ઞાન રોવર, ઈસરોનો આ VIDEO જરૂર જુઓ

rovar on moon
ચંદ્રયાન 3 ના લૈડર પરથી પ્રજ્ઞાન રોવર ચંદ્રમાની સપાટી પર કેવી રીતે ઉતર્યુ, તેનો વીડિયો ઈસરોએ રજુ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ઈસોર ત્રીજા મૂન મિશન ચંદ્રયાન-3 ની 23 ઓગસ્ટના રોજ ચંદ્રની સપાટી પર સોફ્ટ લૈંડિગ થઈ છે. લૈંડિગના બે દિવસ પછી ઈસરોએ આ ઐતિહાસિક વીડિયો રજુ કર્યો છે. આ વીડિયોમાં દેખાય રહ્યુ છે કે કેવી રીતે પ્રજ્ઞાન રોવર ચંદ્રયાન-3 ના લૈંડરની અંદર થી બહાર આવ્યુ. તેમા જોઈ શકાય છે કે લૈંડરના રૈપ પરથી થઈને રોવર ખૂબ જ સાધારણ સ્પીડથી ચંદ્રની સપાટી પર ઉતર્યુ. 
rovar on moon


 
ચંદ્રની સપાટી પર ઉકેરી રહ્યુ છે ભારતના નિશાન 
ઉલ્લેખનીય છે કે 23 ઓગસ્ટના રોજ ચંદ્રયાન-3 ની લૈંડિંગના નિકટ 2.5 કલાક પછી પ્રજ્ઞાન રોવર લૈંડરમાંથી બહાર આવી ગયુ હતુ. પણ ઈસરોએ આ વીડિયો બે દિવસ પછી રજુ કર્યો છે. ઈસરોના રોવર ચંદ્ર પર ચાલી રહ્યુ છે અને સતત મહત્વની માહિતી એકત્ર કરી રહ્યુ છે. રોવર 23 તારીખથી આગામી 14 દિવસ સુધી ચંદ્રની સપાટી પર ફરીને પરીક્ષણ કરી રહ્યુ છે અને ડેટા એકત્ર કરવામાં લાગ્યુ છે. ઉલ્લેખનીય છે કે પ્રજ્ઞાન રોવર જેમ જેમ ચંદ્રની સપાટી પર આગળ વધી રહ્યુ છે તે પોતાના પૈડાથી ઈસરો અને ભારતના પ્રતીક અશોક સ્તંભના નિશાન બનાવી રહ્યુ છે. 

 
ધૂળ શાંત થયા બાદ બહાર નીકળ્યુ રોવર 
 23 ઓગસ્ટના રોજ ચંદ્રયાન-3ની લૈંડિગના લગભગ 2.5 કલાક પછી પ્રજ્ઞાન રોવર લૈંડરથી બહાર આવી ગયુ હતુ.  પરંતુ ઈસરોએ આ વીડિયો બે દિવસ પછી રજુ કર્યો છે.  વિક્રમ લૈંડર પરથી રો વરને 2.5 કલાક પછી તેથી કાઢવામાં આવ્યુ હતુ કારણ કે લૈંડરના ટચડાઉનથી આસપાસ ખૂબ ધૂળ ઉડવા માંગી હતી. જ્યા સુધી ધૂળ શાંત થઈ નથી જતી ત્યા સુધી રોવરને લોંચ કરી શકાતુ નથી. જો ચંદ્ર પર ધૂળ શાંત થતા પહેલા રોવરને બહાર કાઢવામાં આવતુ તો તેમા લાગેલા કૉમ્પલેક્સ કૈમરા અને ખૂબ જ સંવેદનશીલ સેંસર ખરાબ થઈ શકતા હતા.  ચંદ્ર ની ગ્રૈવિટી ખૂબ જ ઓછી હોય છે  તેથી ત્યા ધૂળ શાંત થવામાં કલાકો લાગે છે.